For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાયુ પ્રદૂષણઃ સ્કૂલ ખોલવા પર સુપ્રીમ કોર્ટે દિલ્લી સરકારને ઝાટકી

દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્લી અને એનસીઆરમાં વધેલા વાયુ પ્રદૂષણ પર આજે(ગુરુવારે) ફરીથી સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્લી અને એનસીઆરમાં વધેલા વાયુ પ્રદૂષણ પર આજે(ગુરુવારે) ફરીથી સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી. ગયા મહિને દિવાળી બાદથી જ દિલ્લીની હવા ખરાબ અથવા ગંભીર શ્રેણીમાં નોંધવામાં આવી રહી છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે પૂર્વ સુનાવણીમાં કેન્દ્ર અને દિલ્લી સરકારને ઝાટકીને પ્રદૂષણ નિવારવા માટે વહેલી તકે યોગ્ય પગલાં લેવા માટે નિર્દેશ આપ્યા હતા. આજે ફરીથી સુપ્રીમ કોર્ટમાં શહેરના વધતા વાયુ પ્રદૂષણ સ્તર વચ્ચે સ્કૂલ ખોલવા માટે દિલ્લી સરકારને ઝાટકી છે.

SC

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દિલ્લી સરકારને પૂછ્યુ કે જ્યારે સરકારે વયસ્કો માટે વર્ક ફ્રોમ હોમ લાગુ કર્યુ છે તો બાળકોને સ્કૂલે જવા માટે મજબૂર કેમ કરવામાં આવી રહ્યા છે? સુપ્રીમ કોર્ટે આગળ કહ્યુ, 'અમને લાગે છે કે વાયુ પ્રદૂષણનુ સ્તર વધવા છતાં આ સમસ્યા નિવારવા માટે કંઈ કરવામાં આવી રહ્યુ નથી.' સર્વોચ્ચ ન્યાયાલયે દિલ્લી સરકારને સીએનજી બસો વિશે પણ સવાલ કર્યા. તમને જણાવી દઈએ કે દિલ્લીના 17 વર્ષીય છાત્ર આદિત્ય દૂોની રાજધાનીમાં વધતા પ્રદૂષણ સામે દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહ્યુ છે.

સુપ્રીમ કોર્ટે એનસીઆર અને આસપાસના વિસ્તારોમાં વાયુ ગુણવત્તા મેનેજમેન્ટ કમિશનને કહ્યુ કે ઈમરજન્સી સ્થિતિમાં તમને આકસ્મિક રીતે કામ કરવુ પડશે. કોર્ટે કેન્દ્રને કહ્યુ, 'અમે તમારી અમલદારીમાં રચનાત્મકતાને લાગુ કે થોપી શકીએ નહિ, તમારે અમુક પગલાં લેવા પડશે.' કેન્દ્રના સૉલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટને જણાવ્યુ કે મોટા અધિકારી પ્રદૂષણ વિશે સમાન રીતે ચિંતિત છે અને વીજળી સંરચનાને ફરીથી બનાવવાની જરૂર છે. એસજીએ વાયુ પ્રદૂષણને નિવારવા માટે ઉચ્ચતમ પ્રાધિકરણ સાથે વાત કરવા અને વધુ ઉપાયો સાથે આવવા માટે સમય માંગ્યો.

સુપ્રીમ કોર્ટે આપ્યુ 24 કલાકનુ અલ્ટીમેટમ

સુપ્રીમ કોર્ટે દિલ્લી સરકારને આગળ કહ્યુ, 'અમે ઔદ્યોગિક અને વાહનોના પ્રદૂષણને માટે ગંભીર છે. તમે અમારા ખભેથી ગોળીઓ ના ચલાવી શકો, તમારે પગલાં લેવા પડશે. સ્કૂલો કેમ ખુલ્લી છે?' સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને દિલ્લી સરકારને વાયુ પ્રદૂષણ નિયંત્રણ ઉપાયોને લાગુ કરવા માટે ગંભીર યોજના બનાવવા માટે 24 કલાકની સમય સીમા આપી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને દિલ્લી સરકારોને કહ્યુ કે જો તે પ્રદૂષણને નિયંત્રિત કરવાના ઉપાય નહિ કરે તો અદાલત આદેશ આપશે. આ સાથે જ કોર્ટે સુનાવણીને કાલે(શુક્રવારે) સવારે 10 વાગ્યા સુધી ટાળી દીધી છે.

English summary
Supreme Court to hear on air pollution in Delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X