દેશનુ નામ 'ઈન્ડિયા'ના બદલે 'ભારત' કરવાની માંગ, મંગળવારે SCમાં સુનાવણી

હવે દેશનુ નામ ઈન્ડિયાની જગ્યાએ માત્ર ભારત કરવાની માંગ ઉઠી છે. આના માટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી છે.

મુઘલોના શાસનકાળમાં આપણા દેશને હિંદુસ્તાન કહેવામાં આવતુ હતુ. પછી અંગ્રેજોનુ શાસન આવ્યુ જેમણે ઈન્ડિયા કહેવાનુ શરૂ કરી દીધુ. આ દરમિયાન મોટાભાગના દેશવાસીઓએ ભારત નામને પસંદ કર્યુ. દેશની આઝાદી બાદ આના પર લાંબી ચર્ચા છેડાઈ. ત્યારબાદ બંધારણમાં ભારત અને ઈન્ડિયા બંને નામ લખવામાં આવ્યા. હવે દેશનુ નામ ઈન્ડિયાની જગ્યાએ માત્ર ભારત કરવાની માંગ ઉઠી છે. આના માટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી છે. જેના પર ચીફ જસ્ટીસ એસએ બોબડેની પીઠ મંગળવારે સુનાવણી કરશે.

SC

અરજીકર્તા મુજબ ભારત સંઘ ઈન્ડિયા નામને હટાવવામાં નિષ્ફળ રહ્યા છે, આ નામ ગુલામીનુ પ્રતીક છે. આ નામ ન હટવાથી જનતાની ભાવનાઓને ઠેસ પહોંચી છે. અરજીમાં કહેવામાં આવ્યુ છે કે ઈન્ડિયાની જગ્યાએ ભારત નામકરણ દેશમાં એક રાષ્ટ્રીય ભાવના પેદા થશે. આ મામલે 29 મેના રોજ સુનાવણી થવાની હતી પરંતુ જસ્ટીસ બોપન્ના અને જસ્ટીસ ઋષિકેશ રૉયની પીઠે મુખ્ય ન્યાયાધીન એસએ બોબડેની અનુપસ્થિતિતના કારણે આની સુનાવણી ટાળી દીધી હતી. આ કેસમાં હવે સુપ્રીમ કોર્ટ મંગળવારે સુનાવણી કરશે.

અરજીકર્તાએ સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં 15 નવેમ્બર, 1948ના રોજ થયેલ બંધારણના ડ્રાફ્ટનો પણ ઉલ્લેખ કર્યો છે જેમાં બંધારણના પ્રારુપ-1ના અનુચ્છેદ-1 પર ચર્ચા કરીને એમ, અનંતશયનમ અય્યંગર અને સેઠ ગોવિંદ દાસે ઈન્ડિયાની જગ્યાએ ભારત, ભારતવર્ષ અને હિંદુસ્તાન નામને અપનાવવાની વકીલાત કરી હતી. અરજી પર મંગળવારે વકીલ રાજ કિશોર ચૌધરી અરજીકર્તા તરફથી દલીલો રજૂ કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X