For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુશાંત સિંહ રાજપુત: એઇમ્સે હત્યાની થિયરી નકારી, બહેન શ્વેતાએ કહી આ વાત

સુશાંતસિંહ રાજપૂતનું મોત ચાર મહિના થવા જઈ રહ્યું છે. શરૂઆતથી જ મુંબઈ પોલીસ સુશાંતના મોતને આપઘાત ગણાવી રહી હતી, ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. દરમિયાન, કોર્ટના આદેશથી સીબીઆઈએ આ કેસની ત

|
Google Oneindia Gujarati News

સુશાંતસિંહ રાજપૂતનું મોત ચાર મહિના થવા જઈ રહ્યું છે. શરૂઆતથી જ મુંબઈ પોલીસ સુશાંતના મોતને આપઘાત ગણાવી રહી હતી, ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. દરમિયાન, કોર્ટના આદેશથી સીબીઆઈએ આ કેસની તપાસ શરૂ કરી હતી. સુશાંતના ચાહકો સતત આ કેસમાં હત્યાની અપેક્ષા રાખે છે, પરંતુ હવે ફોરેન્સિક રિપોર્ટ આ કેસની એક અલગ વાર્તા જણાવી રહ્યો છે. જેમાં હત્યાની શક્યતા નકારી કાઢવામાં આવી છે.

સુશાંતની બહેનની પ્રતિક્રિયા

સુશાંતની બહેનની પ્રતિક્રિયા

એઇમ્સના નિષ્ણાંતના અહેવાલ પછી સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી હતી. તેણે ટ્વીટર પર સુશાંતનો ફોટો શેર કર્યો અને લખ્યું, "અમે જીતીશું!". શ્વેતા સુશાંતના પરિવારમાં સૌથી વધુ સક્રિય છે. તે પોતાના ભાઈને ન્યાય મેળવવા માટે સતત સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરે છે. તેને સુશાંતના ચાહકોનો પણ ઘણો સપોર્ટ મળી રહ્યો છે.

શું છે એઇમ્સનો રિપોર્ટ

શું છે એઇમ્સનો રિપોર્ટ

એઆઈમ્સના નિષ્ણાંત સુશાંતના મોત મામલે હત્યાને નકારી કાઢ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જે સંજોગોમાં મોત નીપજ્યું છે તેમાં કોઈ પણ જાતની ખોટી રમત થઈ નથી અને તે આત્મહત્યાનો મામલો છે. આ પહેલા એઇમ્સે તેના શરીરમાં કોઈપણ પ્રકારના ઝેરને નકારી કાઢ્યું હતું. જો કે, ઓટોપ્સી રિપોર્ટમાં, એઈમ્સની ટીમે કૂપર હોસ્પિટલ પર પોસ્ટ મોર્ટમ કરવામાં લાપરવાહીનો આરોપ લગાવ્યો હતો, મૃત્યુના સમય પર સવાલ ઉભા કર્યા હતા.

હવે શું કરશે સીબીઆઇ

હવે શું કરશે સીબીઆઇ

આપને જણાવી દઈએ કે અત્યાર સુધી સીબીઆઈ આ કેસની હત્યાના ખૂણાથી તપાસ કરી રહી હતી. હવે જ્યારે ફોરેન્સિક નિષ્ણાતે આ હત્યાને નકારી કાઢી છે, ત્યારે તપાસનું ધ્યાન આત્મહત્યાના કારણ પર રહેશે. સીબીઆઈ એ જાણવાનો પ્રયત્ન કરશે કે કોના ઉપર દબાણ હતું અને સુશાંતે કયા કારણોસર આત્મહત્યા કરી. સુશાંતના મોત બાદ લેપટોપ, હાર્ડ ડિસ્ક, કેમેરા અને બે મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યા હતા, જેની તપાસ સીબીઆઈની ટીમે કરી રહી છે.

આ પણ વાંચો: પીડિત પરિવારના નાર્કો ટેસ્ટ પર પ્રિયંકા ગાંધી ભડક્યા, રાહુલ ગાંધી આજે ફરીથી જશે હાથરસ

English summary
Sushant Singh Rajput: AIIMS denies murder theory, says sister Shweta
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X