' નીતિશ કુમારે જે વરઘોડો તૈયાર કર્યો છે, તેમા બધા વરરાજા છે, બારાતી કોઇ નથી', વિપક્ષની બેઠક પર સુશીલ મોદી
આગામી લોકોસભા ચૂંટણીની તૈયારીને લઇને બિહારના રાજધાની પટનામાં શુક્રવારે 23 જુના રોજ વિપક્ષ દળની બેઠક થવા જઇ રહી છે. રાજકીય પક્ષોની બેઠક માટે તૈયારી જોર શોરથી ચાલી રહી છે. બેઠકમાં હાજર રહેવા માટે નેતાઓનો જમાવડો શરુ થઇ ગયો કે, મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, એમકે સ્ટાલિન, સહિતના નેતાઓ પટના પહોચી રહ્યા છે.

પટનામાં થનાર વિપક્ષી દળોની બેઠક પર બિહારના પૂર્વ ઉપ મુખ્યમંત્રી અને બીજેપી સાસંદ સુશીલ કુમાર મોદીએ નિશાન સાધ્યુ હતુ. તેમણે કહ્યુ કે, નીતિશ કુમારે જે બારાત બોલાવી છે. તેમા બધા વરરાજા છે. બરાતી બનાવા કોઇ નથી આવ્યુ. હર કોઇ પોતાની શરત માનવા લાગેલા છે.
તેમણે કહ્યુ હતુ કે, કર્ણાટકા ચૂંટણીમાં જીત બાદ કોગ્રેસનો આત્મ વિશ્વાસ સાતમા આસમાને છે. પોતાને સત્તામા લાવવા માટે તૈાયાર કરી રહ્યા છે. પરંતુ પ્રાદિશિક પાર્ટી આવુ કરવા માટે તૈયાર નથી. કોગ્રેસ પોતાના રાજ્યોમાં પ્રવેશ કરવા દેવા માટે તૈયાર નથી. આ પહેલા વાર નથી કે જ્યારે તે બેઠક કરી રહ્યા છે.
સુશિલ કુમાર મોદીએ આગળ વધુમાં જણાવ્યુ હતુ કે, દિલ મળે કે ના મળે હાથ જરુર મળાવશે. શુ મમતા બેનર્જી કોગ્રેસ સાથે સમજુતી કરશે.? અરવિંદ કેજરીવાલ ભલે નીતિશ કુમારને મળે પટના જાય પરંતુ શુ તે દિલ્હી અને પંજાબમાં કોગ્રેસ માટે સીટ છોડવાનું પસંદ કરશે. ? આ સાથે જ તેમણે આ બેઠકને લઇને ઘણા સવાલ ઉભા કર્યા છે. તેમણે કહ્યુ છે કે, આવી બેઠક ઘમી વાર થઇ છે. પરંતુ તેનાથી કઇ નથાવનું નથી.












Click it and Unblock the Notifications
