પીએમ પદ માટે રાહુલ નહીં પવાર છે શિંદેની પહેલી પસંદ

પૂણે, 11 જાન્યુઆરીઃ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પીએમ પદના ઉમેદવાર બનાવવાને લઇને હવે કોંગ્રેસીઓના અભિપ્રાય બદલાઇ રહ્યાં છે. જે કોંગ્રેસ નેતા અત્યારસુધી રાહુલ ગાંધીના નામની માળા જપતા હતા તે હવે રાહુલના વિકલ્પ તરફ ઇશારાઓ કરી રહ્યાં છે. રાહુલને પીએમ પદના ઉમેદવાર બનાવવાને લઇને સુશીલ કુમાર શિંદેએ પણ પોતાનો અભિપ્રાય બદલી લીધો છે. તેને રાહુલની ઘટી રહેલી લોકપ્રિયતાના રૂપમાં જોવામાં આવી રહ્યું છે.

sushil-kumar-shinde-1
કેન્દ્રીય ગૃહ મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર શિંદેએ પ્રધાનમંત્રીના રૂપમાં કેન્દ્રીય કૃષિ મંત્રી અને એનસીપી સુપ્રીમો શરદ પવારની પેરવી કરી છે. તેમની વાત માનીએ તો તેઓને રાહુલ ગાંધી નહીં પરંતુ શરદ પવાર પીએમ બને તેમા ખુશી થશે.

શિંદે અનુસાર પવાર જો વડાપ્રધાન બને છે તો તેમને ઘણી ખુશી થશે. સુશીલ કુમાર શિંદે અનુસાર રાજકારણમાં તેમને લાવનારા અન્ય કોઇ નહીં પરંતુ શરદ પવાર છે. શિંદેએ કહ્યું કે, 1991-92થી જ શરદ પવાર વડાપ્રધાન પદની દોડમાં છે, પરંતુ દિલ્હીના રાજકારણના કારણે તે વડાપ્રધાન બની શક્યા નહીં.

શિંદે અનુસાર પવાર રાષ્ટ્રીય સ્તરના મોટા નેતા છે, પરંતુ રાજકારણના કારણે તેઓ મહારાષ્ટ્ર સુધી જ સીમિત રહ્યા. રાહુલને છોડીને પવારની પેરવી કરનાર શિંદેના આ નિવેદને ભાજપને હુમલો કરવાની તક આપી દીધી છે. ભાજપ પ્રવક્તા પ્રકાશ જાવડેકર અનુસાર આખરે કોંગ્રેસ માની લીધું કે રાહુલ પીએમ બની શકતા નથી. તેથી હવે તેમના સૂર બદલાઇ રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X