For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિંદેએ લીધું બળાત્કારનો ભોગ બનેલી સગીરા બહેનોનું નામ

By Super
|
Google Oneindia Gujarati News

sushil-shinde
નવીદિલ્હી, 1 માર્ચઃ મહારાષ્ટ્રના ભંડારામાં ત્રણ સગીરા બહેનો પર બળાત્કાર અને હત્યા મુદ્દે શુક્રવારે રાજ્યસભામાં ખાસ હંગામો મચ્યો. આ મામલે નિવેદન આપતા ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ એ સગીરાઓનું નામ ઉચ્ચાર્યા, જેમની સાથે બળાત્કાર થયો અને તેની હત્યા કરવામાં આવી હતી, ત્યાર બાદ જોરદાર વિરોધ થવા લાગ્યો.

શિંદે દ્વારા બળાત્કાર પીડિતાનું નામ લેવામાં આવતા સદનમાં નેતા વિપક્ષ અરૂણ જેટલીએ આપત્તિ વ્યક્ત કરી, જો કે, ઉપસભાપતિએ સ્પષ્ટ કરી દીધું કે મંત્રીનું નિવેદન સદનની કાર્યવાહીમાંથી કાઢી નાખવામાં આવશે.

સંસદમાં ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે એ આ મામલે કહ્યું કે, એવું પ્રતીત થાય છે કે ત્રણેય સગીરાઓની હત્યા પહેલા તેમની સાથે યૌન શોષણ કરવામાં આવ્યું હતું, સદનની સામૂહિક ભાવનાને તેનાથી ગંભીર ઝટકો પહોંચ્યો છે. શિંદેએ સદનમાં જે લેખિત નિવેદન વાચ્યું, તેમાં સગીરાઓના નામનો ઉલ્લેખ હતો, જેના કારણે ભાજપે તેની કડક શબ્દોમાં ટીકા કરી, કાયદા અનુસાર યૌન શોષણનો ભોગ બનેલી સગીરાઓનું નામ જાહેર કરવામાં આવવું ના જોઇએ.

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં ત્રણ સગીરા બહેનો સાથે બળાત્કાર બાદ તેમની હત્યા કરવાના મામલે બે અઠવાડિયા પછી પણ કોઇ ધરપકડ કરવામાં આવી નથી, સગીરાઓની ઉમર છ, નવ અને 11 વરષ હતી. 14 ફેબ્રુઆરીએ તેઓ લાપતા હતી અને બાદમાં તેમનો મૃતદેહ કુવામાથી મળ્યો હતો. પોલીસે શરૂઆતમાં આ મામલાને અકસ્માતે મોતના રૂપમાં દાખલ કર્યો હતો, પરંતુ લોકોએ જોરદાર વિરોધ કરતા બાદમાં સગીરાઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, જેમા તેમના પર બળાત્કાર કરી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું.

જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરાશે

જો કે, શિંદેએ પોતાના નિવેદનને પરત લઇ લીધું છે, બળાત્કાર પીડિતાઓના નામ લેવા અંગે શિંદેએ કહ્યું કે મામલાની તપાસ કરવામાં આવશે, જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

English summary
Home minister Sushilkumar Shinde on Friday committed yet another gaffe when he named the victims of the Bhandara rape incident in Rajya Sabha which had to be expunged at the intervention of leader of the opposition Arun Jaitley.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X