For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#sushmaswarajRIP: આ ગંભીર બિમારીથી પીડાતા હતા સુષ્મા સ્વરાજ

સુષ્મા સ્વરાજ લાંબા સમયથી બિમાર હતા અને તેમનુ કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ થયુ હતુ. બિમારીના કારણે જ તેમણે 2019ની લોકસભા ચૂંટણી નહોતી લડી.

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું મંગળવારે 67 વર્ષની ઉંમરે નિધન થઈ ગયુ છે. હાર્ટ એટેક આવ્યા બાદ તેમને એમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. એમ્સ પહોંચવાની થોડી વાર બાદ જ ડૉક્ટર્સે તેમને મૃત ઘોષિત કરી દીધા. ડૉક્ટર્સે જણાવ્યુ કે તેમનુ મોત કાર્ડિયાક અરેસ્ટના કારણે થયુ છે. તમને જણાવી દઈએ કે સુષ્મા સ્વરાજ લાંબા સમયથી બિમાર હતા અને તેમનુ કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ થયુ હતુ. બિમારીના કારણે જ તેમણે 2019ની લોકસભા ચૂંટણી નહોતી લડી.

આ બિમારીથી ગ્રસ્ત રહ્યા...

આ બિમારીથી ગ્રસ્ત રહ્યા...

પૂર્વ વિદેશ મંત્રીને આ પહેલા પણ કિડની ખરાબ થવાની સમસ્યાના કારણે અહીં ભરતી કરવામાં આવ્યા હતા. વર્ષ 2016માં કિડની ખરાબ થવાના કારણે તેમને ડાયાલિસિસ પર રાખવામાં આવ્યા હતા. તે ડાયાબિટીઝના જૂની બિમારી સામે લડી રહ્યા હતા.

20 વર્ષથી પણ વધુ સમયથી ડાયાબિટીઝથી પીડિત હતા સુષ્મા

20 વર્ષથી પણ વધુ સમયથી ડાયાબિટીઝથી પીડિત હતા સુષ્મા

સુષ્મા સ્વરાજ લગભગ 20 વર્ષથી પણ વધુ સમયથી ડાયાબિટીઝથી પીડિત હતા. ડાયાબિટીઝ થયા બાદ જ તેમની કિડની ખરાબ થઈ હતી પરંતુ બિમાર હોવા છતાં તેમણે પોતાના કામ સાથે કોઈ સમજૂતી ન કરી.

સમગ્ર ભારતમાં શોકની લહેર

સમગ્ર ભારતમાં શોકની લહેર

સુષ્મા સ્વરાજે અચાનક દુનિયાથી અલવિદા કહી દેવાથી સમગ્ર ભારતમાં શોકની લહેર દોડી ગઈ છે. તમને જણાવી દઈએ કે દિલ્લીના પહેલા મહિલા મુખ્યમંત્રી રહેલા સુષ્મા સ્વરાજનો જન્મ 14 ફેબ્રુઆરી, 1952માં થયો હતો. સ્વરાજ ત્રણ વાર રાજ્યસભા સભ્ય અને પોતાના ગૃહ રાજ્ય હરિયાણાની વિધાનસભામાં બે વાર સભ્ય રહ્યા. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી સરકારમાં તેમણે સૂચના અને પ્રસારણ મંત્રાલય, સંસદીય કાર્ય મત્રી સહિત વિવિધ મંત્રાલયોની જવાબદારી કેબિનેટ મંત્રી રૂપે સંભાળી હતી.

આ પણ વાંચોઃ લૉ કોલેજમાં પહેલી વાર પતિ સ્વરાજને મળ્યા હતા સુષ્મા, જાણો કેવી રીતે થયા તેમના લગ્નઆ પણ વાંચોઃ લૉ કોલેજમાં પહેલી વાર પતિ સ્વરાજને મળ્યા હતા સુષ્મા, જાણો કેવી રીતે થયા તેમના લગ્ન

English summary
Sushma Swaraj passed away on Tuesday night underwent a kidney transplant a couple of years ago.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X