For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મસ્જિદના રૂમમાં યુવકની બેરહેમીથી પીટાઈ, વાળ પણ ઉખાડી દીધા

યુપીના જનપથ હાપુડમાં મોબાઈલ ચોરીની શંકામાં કેટલાક લોકોએ એક યુવકને મસ્જિદના રૂમમાં બંધ કરીને લાતો અને મુક્કાથી તેની બેરહેમીથી પીટાઈ કરી છે.

By Ankit Patel
|
Google Oneindia Gujarati News

યુપીના જનપથ હાપુડમાં મોબાઈલ ચોરીની શંકામાં કેટલાક લોકોએ એક યુવકને મસ્જિદના રૂમમાં બંધ કરીને લાતો અને મુક્કાથી તેની બેરહેમીથી પીટાઈ કરી છે. મારતા મારતા તેના વાળ સુદ્ધા ઉખાડી દીધા. યુવક ગંભીર હાલતમાં હોસ્પિટલમા દાખલ છે. આ મામલો એક અઠવાડિયા જૂનો જણાવવામાં આવી રહ્યો છે. પરંતુ હાલમાં આ ઘટનાઓ વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થયો છે. પોલીસે કેસ નોંધીને આ મામલે તપાસ ચાલુ કરી દીધી છે.

નમાજ પઢવા માટે ગયો હતો યુવક

નમાજ પઢવા માટે ગયો હતો યુવક

પોલીસને આપેલી માહિતીમાં અખલાક ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે 25 મેં દરમિયાન તેનો ભાઈ સમીર કરીમપુરા સ્થિત કબ્રસ્તાન વાલી મસ્જિદમાં નમાજ પઢવા માટે ગયો હતો. તે દરમિયાન કેટલાક લોકોએ બુલંદશહેરથી આવેલા જમાતિઓ સાથે તેને દબોચી લીધો. આરોપ છે કે સમીર પર મોબાઈલ ચોરીની શંકા વ્યક્ત કરતા તે લોકો તેને મસ્જિદમાં બનેલા એક રૂમમાં લઇ ગયા.

લાતો અને મુક્કાથી ઢોર માર માર્યો

લાતો અને મુક્કાથી ઢોર માર માર્યો

આ લોકોએ તેને બંધક બનાવીને લાતો અને મુક્કાથી ઢોર માર માર્યો. લગભગ દોઢ કલાક સુધી યુવકની પીટાઈ થતી રહી. આ દરમિયાન તેના વાળ પણ ઉખાડી દેવામાં આવ્યા. મારપીટ કરનાર આરોપી આ દરમિયાન જાતે જ મારપીટનો વીડિયો બનાવતા રહ્યા. સૂત્રો અનુસાર ત્યારપછી તેને ઝાડ સાથે બાંધીને પણ યાતનાઓ આપવામાં આવી. ગંભીર હાલતમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

ફરિયાદ પછી જાનથી મારવાની ધમકીઓ મળી રહી છે

ફરિયાદ પછી જાનથી મારવાની ધમકીઓ મળી રહી છે

પીડિતના ભાઈ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે સમાજના લોકો તેના પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરવા માટે દબાણ કરી રહી છે, જેને કારણે તે પોલીસમાં ફરિયાદ નહીં કરી શક્યો. આરોપીઓ ઘ્વારા તેના ભાઈની દર્દનાક પિટાઈનો વીડિયો વાયરલ કરી દેવામાં આવ્યો. ત્યારપછી તે પોલીસ ચોકી પહોંચીને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી. ત્યારપછી તેને પણ જાનથી મારવાની ધમકીઓ મળી રહી છે. એસપી હાપુડે કહ્યું કે આ મામલે તપાસ ચાલી રહી છે, જે પણ દોષીઓ હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

English summary
suspecting mobile theft, youth beaten in mosque
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X