For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જગદગુરૂ કૃપાલુજી મહારાજના નિધન પર સસ્પેન્સ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 નવેમ્બર: અલ્હાબાદના જગદગુરૂ કૃપાલુજી મહારાજનું ગુડગાંવના એક ખાનગી હોસ્પિટલમાં નિધનને લઇને રહસ્ય બનેલું છે. હોસ્પિટલના વહિવટીતંત્રએ શ્રી કૃપાલુજી મહારાજના નિધન પર કંઇક પણ કહેવાની મનાઇ કરી દિધી છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કૃપાળુ મહારાજ પ્રતાપગઢ સ્થિત પોતાના આશ્રમમાં લપસી પડ્યા હતા જેથી તેમને ઇજા પહોંચી હતી. ત્યારબાદ તેમને ગુડગાંવના એક ખાનગી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. તેમના મોતને લઇને વિરોધાભાસી સમાચારો આવી રહ્યાં છે.

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના એક નાના ગામમાંથી 1922માં જન્મેલા કૃપાલુજી મહારાજની ખ્યાતિ દેશ-વિદેશ સુધી ફેલાયેલી છે. પોતાને કૃષ્ણ અને ચૈતન્ય પ્રભુનો અવતાર અને જગદગુરૂ બતાવનાર કૃપાલુ મહારાજને લઇને વિવાદ પણ ઉભા થયા હતા.

jagadguru-kripalu-maharaj

શ્રી કૃપાલુ મહારાજ, જગદગુરૂ કૃપાલુ પરિષદના સંસ્થાપક સંરક્ષક પણ રહ્યાં હતા. તેમને હિન્દુ ધર્મની શિક્ષા અને યોગ માટે ભારતમાં 4 અને અમેરિકામાં 1 કેન્દ્રની સ્થાપના કરી હતી. વારાણસીના કાશી વિદ્ધત પરિષદે શ્રી કૃપાલુ મહારાજને 34 વર્ષની ઉંમરમાં મકર સંક્રાતિ (14 જાન્યુઆરી 1957)ના રોજ જગતગુરૂની ઉપાધિ આપવામાં આવી હતી.

English summary
Contradictory reports by sources make an unclear picture of the health condition of spiritual guru Kripalu Maharaj(91) who was hospitalized in Fortis Hospital, Gurgaon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X