સુઝલોન એનર્જી લિમિટેડના સ્થાપક તુલસી તંતીનું નિધન

સુઝલોન એનર્જી લિમિટેડ ("કંપની")ના સ્થાપક, અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર તુલસી આર. તંતીનું 1લી ઓક્ટોબર 2022ના રોજ અવસાન થયું હતું. તંતીને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો અને તે જ દિવસે અવસાન થયું હતું.

2 ઓકટોબર, 2022 : સુઝલોન એનર્જી લિમિટેડ ("કંપની")ના સ્થાપક, અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર તુલસી આર. તંતીનું 1લી ઓક્ટોબર 2022ના રોજ અવસાન થયું હતું. તંતીને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો અને તે જ દિવસે અવસાન થયું હતું.

Tulsi Tanti

કંપની સેક્રેટરી ગીતાંજલિ વાડિયાએ આ અંગે કંપનીના કર્મચારીઓ માટે આપેલા સંદેશપત્રમાં જણાવ્યું હતું કે, આ મુશ્કેલ સમયમાં, કંપનીને તેમના અત્યંત અનુભવી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને વરિષ્ઠ મેનેજમેન્ટ દ્વારા સમર્થન મળી રહ્યું છે, જેઓ તંતીનો વારસો આગળ લઈ જવા તેમજ કંપની માટેના તેમના વિઝનને સાકાર કરવા સક્ષમ અને પ્રતિબદ્ધ છે.

આ સાથે આ સંદેશપત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, લિસ્ટિંગ રેગ્યુલેશન્સના રેગ્યુલેશન 31A મુજબ, કંપનીના પ્રમોટર્સ અને પ્રમોટર જૂથની યાદી તંતીને બાદ કરતાં અપડેટ કરવામાં આવી છે. કંપની તેની તમામ રિપોર્ટિંગ આવશ્યકતાઓને ઔપચારિક રીતે આ સંદર્ભમાં યોગ્ય સમયે પાલન કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X