સ્વામી અગ્નિવેશ સાથે થઇ મારપીટ

આ અંગે સંસ્કૃતિ બચાવ મંચના સંયોજક ચન્દ્ર શેખર તિવારીએ કહ્યું કે અમે એવી એકપણ વ્યક્તિને નહીં છોડીએ જે ભગવા ધારણ કરીને હિન્દુ દેવતાઓનું અપમાન કરે છે. મંચના કાર્યકર્તાઓએ તેમની પાઘડી હટાવવાનો પ્રયત્ન કર્યો અને તેમના ભગવા કપડાને પણ હટાવી દીધો.
સંયોજકે કહ્યું કે જે પણ વ્યક્તિ ભગવા કપડા પહેરે છે તેને આપણા દેશના લોકો મોટા સન્માનની નજરે જૂએ છે. તેવામાં આ લોકોએ દેવી-દેવતાઓ વિરુદ્ધ આ પ્રકારની વાતો ના કરવી જોઇએ. જો તે લોકો આવું કરશે તો તેમને માફ કરવામાં નહીં આવે.
આ ઘટના બાદ પત્રકારો સાથે વાત કરતા અગ્નિવેશે કહ્યું કે મારો ઉદ્દેશ્ય કોઇને ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. સ્વામી અગ્નિવેશ એક સમાજસેવક છે જે થોડોક સમય અણ્ણા હજારેના ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચાલેલા અભિયાનમાં જોડાયા હતા. પરંતુ આંતરિક મતભેદો અને વિવાદોના કારણે તેઓ ટીમ અણ્ણાથી અલગ થઇ ગયા હતા.












Click it and Unblock the Notifications
