For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોર્ટમાં બોલી મહિલા જજ, 'મને લવ લેટર મોકલવાનું બંધ કરો'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

judge
નવી દિલ્હી, 17 ઓગષ્ટ: સીબીઆઇ જજે શનિવારે આ ખુલાસો કરીને ચોંકાવી દિધા કે સિંડિકેટ બેંક લાંચકાંડમાં હાઇપ્રોફાઇલ આરોપીએ તેમને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કર્યો. સ્પેશિયલ સીબીઆઇ જજ સ્વર્ણ કાંતા શર્માએ એકદમ રસપ્રદ અંદાજમાં ખુલાસો કર્યો.

કોર્ટમાં તેમણે કહ્યું કે 'તમારા ક્લાઇંટ્સને કહો કે મને લવ લેટર મોકલવાનું બંધ કરે. હું પહેલાંથી જ સારા બેકગ્રાઉંડમાંથી આવું છું. જો માન્યા નહી તો હું સીબીઆઇને તમારા વિરૂદ્ધ એક્શન લેવા માટે કહીશ. 'અંગ્રેજી સમાચાર પત્ર 'ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'એ આ સમાચાર આપ્યા હતા.

સ્પષ્ટ છે કે 'લવ લેટર' તેમનો અર્થ કઇ વાત સાથે હતો. કોર્ટે આ આકરી ટિપ્પણી સાથે બેંકના સસ્પેંડેડ સીએમડી સુધીર કુમાર જૈન તથા અન્ય આરોપીઓની ન્યાયિક ધરપકડ 29 ઓગષ્ટ સુધી વધારી દિધી.

જો કે એ સ્પષ્ટ નથી કે જજની ટિપ્પણી કોઇ એક આરોપી માટે હતી કે બધા આરોપીઓ માટે. કેસમાં સુધીર કુમાર જૈનની ધરપકડ સૌથી હાઇ પ્રોફાઇલ ધરપકડ હતી. સીબીઆઇ અધિકારીઓના અનુસાર સુધીર જૈનને બેંગ્લોરથી પકડવામાં આવ્યો હતો જ્યારે તેમનો એક ચાર્ટર્ડ એકાઉન્ટટ સંબંધી એક ખાનગી કંપની પાસેથી 50 લાખ રૂપિયાની લાંચ લઇ રહ્યો હતો.

આરોપ છે કે સુધીર જૈને બે કંપનીઓ પ્રકાશ ઇંડસ્ટ્રીજ અને ભૂષણ સ્ટીલની ક્રેડિટ લિમિટ વધારી. સીબીઆઇ આ બંને કંપનીઓને કોલસા ફાળવણીના મુદ્દે તપાસ કરી રહી હતી.

English summary
The Syndicate Bank bribery case has seen a shocking disclosure, with a special CBI judge saying that the high-profile accused had tried to influence her by writing "love letters".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X