For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

T20 WC : વોર્મ અપ મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતીય બોલરો પાંગળા સાબિત થયા!

યુએઈ અને ઓમાનના મેદાન પર રમાઈ રહેલા ટી 20 વર્લ્ડકપમાં એક તરફ ક્વોલિફાયર રાઉન્ડની મેચ રમાઈ રહી છે તો બીજી તરફ સુપર 12 માં પહોંચી ચૂકી છે તે વોર્મ અપ મેચો દ્વારા પોતાની તૈયારીઓને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : યુએઈ અને ઓમાનના મેદાન પર રમાઈ રહેલા ટી 20 વર્લ્ડકપમાં એક તરફ ક્વોલિફાયર રાઉન્ડની મેચ રમાઈ રહી છે તો બીજી તરફ જે ટીમ પહેલાથી જ સુપર 12 માં પહોંચી ચૂકી છે તે વોર્મ અપ મેચો દ્વારા પોતાની તૈયારીઓને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. આ અતર્ગત દુબઈના મેદાન પર ભારત અને ઈંગ્લેન્ડની ટી-20 વર્લ્ડ કપની ટીમો વચ્ચે એક વોર્મ અપ મેચ રમાઈ હતી, જ્યાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે પ્રથમ ઇનિંગ્સના અંત પછી વિરાટ સેનાનું ટેન્શન વધ્યું છે, કારણ કે ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ ભારતીય બોલરોને ફટકારી નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 188 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

T20 WC

ઓપનર જેસન રોય (17) અને કેપ્ટન જોસ બટલર (18) એ ઈંગ્લેન્ડ માટે ઈનિંગની શરૂઆત કરી અને 3.3 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 36 રન ઉમેર્યા. ઇંગ્લેન્ડની ટીમ મજબૂત શરૂઆત કરી આગળ વધી રહી હતી ત્યારે મોહમ્મદ શમીએ જોસ બટલરને બોલ્ડ કરીને પ્રથમ સફળતા અપાવી હતી. તે જ સમયે ઇનિંગની છઠ્ઠી ઓવરમાં મોહમ્મદ શમીએ જસપ્રીત બુમરાહના હાથે કેચ કરાવાને જેસન રોયને પેવેલિયન મોકલી બીજો ફટકો આપ્યો હતો.

અહીં ડેવિડ મલાન (18) અને જોની બેયરસ્ટો (49) એ ઇનિંગ સંભાળી અને ત્રીજી વિકેટ માટે 30 રનની ભાગીદારી કરી, ત્યારબાદ રાહુલ ચાહરે ડેવિડ મલાનને બોલ્ડ કરીને ઇનિંગની ત્રીજી વિકેટ લીધી. જો કે લિવિંગસ્ટોન (30) અને બેયરસ્ટોએ અહીંથી બેટિંગ શરૂ કરી અને ચોથી વિકેટ માટે 52 રનની ભાગીદારી કરી. 15 મી ઓવર સુધીમાં ઇંગ્લેન્ડની ટીમે 129 રન બનાવ્યા હતા, જ્યાં મોહમ્મદ શમીએ ફરી એકવાર લિવિંગસ્ટોનની વિકેટ લઈ ટીમને સફળતા અપાવી હતી.

બીજા છેડે જોની બેયરસ્ટોએ મોઈન અલી (43) સાથે બેટિંગ ચાલુ રાખી હતી, જો કે અહીં તે અડધી સદી ચૂકી ગયો અને 36 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 49 રન બનાવ્યા હતા. જસપ્રીત બુમરાહે બેયરસ્ટોને બોલ્ડ કરીને અડધી સદી ફટકારતા અટકાવ્યો હતો. મોઇન અલીએ 20 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 43 રનની ઈનિંગ રમી હતી અને ટીમનો સ્કોર 188 સુધી લઈ ગયો હતો.

આ ઇનિંગમાં માત્ર જસપ્રીત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિન ભારત માટે સૌથી સસ્તા બોલર સાબિત થયા જ્યારે ભુવનેશ્વર કુમાર, રાહુલ ચાહર અને મોહમ્મદ શમીએ વધુ રન આપ્યા. જસપ્રિત બુમરાહે 4 ઓવરમાં માત્ર 26 રન આપ્યા હતા અને એક વિકેટ લીધી હતી, જ્યારે આર અશ્વિને 4 ઓવરમાં 23 રન આપ્યા હતા અને કોઈ વિકેટ લીધી ન હતી. જ્યારે ભુવનેશ્વર કુમારે તેની 4 ઓવરમાં 54 રન આપ્યા હતા, રાહુલ ચહરે પણ 4 ઓવરમાં 43 રન આપ્યા હતા, જો કે તેના ખાતામાં એક વિકેટ આવી હતી.

તમને જણાવી દઈએ કે મોહમ્મદ શમી ભારત માટે સૌથી સફળ બોલર સાબિત થયો હતો, જેને 4 ઓવરમાં 40 રન આપીને 3 મહત્વની વિકેટ લીધી હતી. આ સ્થિતિમાં વર્લ્ડકપ પહેલા ભારતીય બોલરોના ભારે રનના કારણે ટીમ મેનેજમેન્ટનું ટેન્શન ચોક્કસપણે વધ્યું છે.

English summary
T20 WC: Indian bowlers proved weak against England in warm up match!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X