For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

..તો તાલિબાનના નિશાના પર હોઇ શકે છે ભારત: નારાયણ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 જાન્યુઆરી: પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એમ. કે. નારાણાયણે સોમવારે જણાવ્યું કે જો અફઘાનિસ્તાનમાં પોતાની આતંકવાદી પ્રવૃત્તિ ચલાવી રહેલા તાલિબાન જેવા આતંકવાદી સંગઠન ત્યાં સત્તામાં આવી જશે તો તેમના નિશાના પર પહેલું ભારત રહેશે.

પશ્ચિમ બંગાળના રાજ્યપાલે જણાવ્યું કે ખાસપ્રકારે ચિંતાની વાત એ છે કે પાકિસ્તાન 'હાઇ રિસ્ક'વાળી રણનીતિથી દૂર જવામાં રસ નથી દાખવી રહ્યું અને એવું લાગે છે કે તે ભારતમાં અસંતુલનની સ્થિતિ બનાવી રાખવા માટે જેહાદી તત્વોનું સમર્થન કરવા માટે અડગ છે.

નારાયણે જણાવ્યું કે ભારતની સ્થિતિને જોતા તપાસ કરવી સરળ છે કે આતંકવાદથી ખતરો પડોશના અસ્થિર અને મુશ્કેલ હાલાત પર કેટલું નિર્ભર છે.

narayanan
તેમણે રાષ્ટ્રીય તપાસ એજન્સી દિવસના અવસરે આયોજીત પહેલા રાધા વિનોદ રાજૂ સ્મૃતિ વ્યાખ્યાન આપતા જણાવ્યું, 'અફઘાનિસ્થાનમાં તાલિબાન જેવી શક્તિઓ સામે સમર્પણ અને તાલિબાનની સાથે કોઇ શરત વાતચીતની પાકિસ્તાનની લાલસાના આપણા માટે ગંભીર પરિણામ છે.' દિવંગત રાજુ એનઆઇએના પહેલા મહાનિર્દેશક હતા જેમનું ગઠન 2008માં આતંકવાદી હુમલા બાદ થયું હતું.

English summary
Taliban could target India if it captures power in Afghanistan says Former NSA MK Narayanan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X