મહિલાઓની સુરક્ષા માટે પગલાં ભરનાર તમિલનાડુ પ્રથમ રાજ્ય
મુખ્યમંત્રી જયલલિતાએ કહ્યું હતું કે આ પ્રકારના કેસની 15 દિવસમાં સુનાવણી કરી રિપોર્ટ સોંપવામાં આવશે. આ પ્રકારના અપરાધોની સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટનું નિર્માણ કરવામાં આવશે. જેમાં કાર્ય કરનાર બધા જ સભ્ય મહિલાઓ હશે. તપાસ દરમિયાન કાર્યવાહીને સમય મર્યાદામાં પુરી કરવા પર ભાર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રી દ્રારા નીચે લખવામાં આવેલા નિર્ણયો લેવામાં આવ્યાં છે.-
- જાતીય સતામણીને ગંભીર આરોપ માનવામાં આવશે અને તેની તપાસ ક્રાઇમ બ્રાંચ કરશે.
- જાતીય સતામણીના કેસની તપાસ એક મહિલા ઇંસ્પેક્ટર કરશે.
- મહિલા ઇંસ્પેક્ટરની ગેરહાજરીમાં કેસ તપાસ સબ-ઇંસ્પેક્ટર કરશે.
- જાતિય સતામણીના આરોપી વિરૂદ્ધ ગુંડા એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવશે.
જયલલિતા દ્રારા મહિલાઓની સુરક્ષા માટે ભરવામાં આવેલા આ પગલાં બાદ જોવાનું એ રહેશે કે કેન્દ્ર સરકાર બળાત્કારના કેસોમાં પીડિતાને ન્યાય અપાવવા માટે કેવા પગલાં ભરે છે? દિલ્હી ગેંગરેપની ધટના બાદ સમગ્ર દેશમાં આક્રોશ ફેલાયો છે. દરેક જણ આ મુદ્દે કડકમાં કડક પગલાં ભરવા માટે સરકારને અપીલ કરી રહ્યું છે.
દેશના જુદા-જુદા ભાગોમાં હજુ પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. લોકોનું કહેવું છે કે સરકાર આ કેસને જેમ-તેમ કરીને પતાવી દેવા માંગે છે પરંતુ અમે વિરોધ પ્રદર્શન ત્યાં સુધી કરીશું જ્યાં સિધી અપરાધીઓને ફાંસીની સજા આપવામાં ન આવે.