For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમિલનાડુ નગર નિગમની ચૂંટણીમાં ડીએમકેની જીત વચ્ચે અભિનેતા વિજયની પણ રાજનીતિમાં જોરદાર એન્ટ્રી

તમિલનાડુમાં 6 અને 9 ઓક્ટોબરે નવ જિલ્લાઓમાં સ્થાનિક નગર નિગમની ચૂંટણીઓમાં સત્તારુઢ પાર્ટી દ્રવિડ મુનેત્ર કષગમ(દ્રમુક)ને મોટી જીત મળી છે.

|
Google Oneindia Gujarati News

ચેન્નઈઃ તમિલનાડુમાં 6 અને 9 ઓક્ટોબરે નવ જિલ્લાઓમાં સ્થાનિક નગર નિગમની ચૂંટણીઓમાં સત્તારુઢ પાર્ટી દ્રવિડ મુનેત્ર કષગમ(દ્રમુક-ડીએમકે)ને મોટી જીત મળી છે. કોઈ બીજો પક્ષ ડીએમકેને પડકારી શક્યો નથી પરંતુ ચૂંટણીમાં અભિનેતા વિજય થલપતિની દમદાર એન્ટ્રી થઈ છે. વિજયના ફેન ક્લબે 169 સીટો પર ચૂંટણી લડીને 115 સીટો પર જીત મેળવી છે એટલે કે તેમની જીતની સ્ટ્રાઈક રેટ 68 ટકા રહ્યો છે. આ પહેલી વાર છે જ્યારે વિજય થલપતિએ પોતાના ફેન ક્લબ - ઑલ ઈન્ડિયા થલપતિ વિજય થલપતિ મક્કલ ઈયક્કમના પદાધિકારીઓને ચૂંટણી લડવા માટે સંમતિ આપી હતી.

vijay

ઑલ ઈન્ડિયા થલપતિ વિજય મક્કલ ઈયક્ક્મના મહાસચિવ બુસ્સી આનંદે કહ્યુ કે તેમણે જે 115 સીટો પર જીત મેળવી તેમાંથી 13 સીટો પર જીત નિર્વિરોધ રહી જેમાં કલ્લાકુરિચી અને કાંચીપુરમાં ચાર-ચાર સીટો શામેલ છે. પુડુચેરીના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય આનંદે જણાવ્યુ કે જીતનારા 115 ઉમેદવારોમાંથી 45 મહિલાઓ છે. જ્યારે નબળા વર્ગમાંથી પણ ઘણા ઉમેદવાર વિજય થલપતિના બેનર હેઠળ ચૂંટણી જીત્યા છે. તેમણે કહ્યુ કે જીતનારામાં ખેડૂતો, છાત્રો, વેપારી, લેબ ટેકનિશિયન અને સ્કૂલ શિક્ષક પણ શામેલ છે.

પરિણામોથી સ્પષ્ટ છે કે ભલે ચૂંટણીમાં દ્રવિડ મુનેત્ર કષગમ(ડીએમકે)એ મોટી જીત મેળવી હોય પરંતુ ઘણા બીજા પક્ષો વચ્ચે પહેલી વાર ચૂંટણીમાં ઉતરેલા વિજય થલપતિની જે રીતે જીત થઈ છે. તે મૌન સાથે તેમની રાજનીતિમાં મોટી એન્ટ્રી છે. વિજય થલપતિ હાલમાં જ ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે મદ્રાસ હાઈકોર્ટમાં રાજનીતિમાં પોતાના નામનો ઉપયોગ કરવાને લઈને પોતાના માતાપિતા સામે એક કેસ નોંધાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે તમિલનાડુમાં સ્થાનિક નગર નિગમની ચૂંટણી બે તબક્કામાં 6 અને 9 ઓક્ટોબરે થઈ હતી. કુલ 27,003 પદો માટે 79,433 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. છ ઓક્ટોબરે 39 યુનિયનમાં મતદાન થયુ હતુ અને નવ ઓક્ટોબરે કાંચીપુરમ, ચેંગલપટ્ટુ, વેલ્લોર, રાનીપેટ, તિરુપથુર, વિલ્લુપુરમ, કલ્લાકુરિચી, તિરુનેલવેલી અને તેનકાસી જિલ્લામાં મતદાન થયુ. રાજ્યમાં 140 જિલ્લા પંચાયત વૉર્ડ સભ્યો, 74 પંચાયત યુનિયન 1381 પંચાયત યુનિયન વૉર્ડના સભ્યો, 2901 ગ્રામ પંચાયત અધ્યક્ષો અને 22,581 ગ્રામ પંચાયત વૉર્ડ નેતાઓ સહિત 27,003 પદોને ભરવા માટે ચૂંટણી થઈ છે.

English summary
Tamil Nadu rural elections actor Vijay entry into politics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X