શશિકલા સંભાળશે AIADMKની કમાન, બની પાર્ટીની મહાસચિવ

Posted By:
Subscribe to Oneindia News

તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ઓલ ઇન્ડિયા દ્રવિડ મુનેત્ર કડંગમના અધ્યક્ષ રહેલા જયલલિતાના નિધન પછી બોલવવામાં આવેલી AIADMKની પહેલી જનરલ કાઉન્સલિંગ મિટીંગમાં એક પ્રસ્તાવ પારિત કરીને શશિકલા નટરાજનને પાર્ટી મહાસચિવની કમાન સોંપવામાં આવી છે. બુધવારે થયેલ જનરલ કાઉન્સિલની બેઠકમાં ચિન્નમ્મા એટલે કે શશિકલાને પાર્ટીના નેતૃત્વની કમાન સોંપવામાં આવી છે.

jaya

આ પ્રસ્તાવમાં તે પણ સ્પષ્ટતા કરવામાં આવી કે શશીકલાને ત્યાં સુધી પાર્ટીના મહાસચિવ રાખવામાં આવશે જ્યાં સુધી કોઇ નવું પાર્ટીના મહાસચિવ તરીકે નથી આવતું. સાથે તે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે શશિકલાની આ ભૂમિકા તેવી જ રહેશે જેવી ભૂમિકા પાર્ટીમાં પહેલા જયલલિતાની હતી. વધુમાં પાર્ટી પ્રસ્તાવમાં લખ્યું છે કે "અમે જયલલિતામાં MGR અને શશિકલામાં જયલલિતા જોઇએ છે." નોંધનીય છે કે જનરલ કાઉન્સિલની આ મિટીંગની અધ્યક્ષતા રાજ્યના મુખ્યમંત્રી ઓ.પન્નીરસેલ્વમ અને પાર્ટી અધ્યક્ષ મધુસુદને કરી હતી.

વધુમાં આ મીટિંગ દરમિયાન અન્ય 14 પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં જયલલિતાના જન્મદિવસને રાષ્ટ્રિય ખેડૂત દિવસ તરીકે મનાવવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે 6 ડિસેમ્બર 2016ના રોજ AIADMK નેતા જયલલિતાના નિધન બાદ તેમની મિત્ર શશિકલાનું નામ પાર્ટી અધ્યક્ષ તરીકે ચર્ચાતું હતું. જેની પર આજે અધિકૃત રીતે મોહર લાગી ગઇ છે.

English summary
Sasikala Natarajan appointed as AIADMK general secretary.
Please Wait while comments are loading...