For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તંદૂર મર્ડર કેસઃ દિલ્લી હાઈકોર્ટે દોષિત સુશીલ શર્માને છોડવાનો આપ્યો આદેશ

દિલ્લી હાઈકોર્ટે શુક્રવારે પોતાના એક ચુકાદામાં તંદૂર મર્ડર કેસમાં મુખ્ય આરોપી સુશીલ શર્માને ત્વરિત છોડવાનો આદેશ આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

દિલ્લી હાઈકોર્ટે શુક્રવારે પોતાના એક ચુકાદામાં તંદૂર મર્ડર કેસમાં મુખ્ય આરોપી સુશીલ શર્માને ત્વરિત છોડવાનો આદેશ આપ્યો છે. સુશીલ શર્મા 1995માં પોતાની પત્ની નેના સાહનીની હત્યા કરી બગિયા રેસ્ટોરન્ટના તંદૂરમાં તેના શબને બાળવાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. જેને આજે કોર્ટે મોટી રાહત આપી છે. આ પહેલા કોર્ટે દિલ્લી સરકારને પૂછવામાં આવ્યુ હતુ કે શું કોઈ કેદીને અનિશ્ચિત કાળ માટે જેલમાં બંધ રાખી શકાય છે ખાસ કરીને ત્યારે જ્યારે તે 29 વર્ષની સજા કાપી ચૂક્યો છે.

tandur case

તમને જણાવી દઈએ કે 2 જુલાઈ 1995ના રોજ કોંગ્રેસ નેતા સુશીલ શર્માએ પોતાની પત્ની નેના સાહનીની ક્રૂરતથી હત્યા કરી દીધી હતી. સત્તાના નશામાં ચૂર પતિએ પોતાની પત્નીને શંકાના આધારે માત્ર મારી જ નહિ પરંતુ તેના શરીરના ટૂકડા ટૂકડા કરી તંદૂરમાં ફૂંકી દીધા હતા.

ઉલ્લેખનીય છે કે નેના સાહની એક ખાનગી વિમાન કંપનીમાં પાયલટ હતી. કોંગ્રેસ નેતા સુશીલ શર્મા તે સમયે કોંગ્રેસના યુવાન નેતા હતા. શર્મા નેનાને પોતાના જૂના કોલેજના દોસ્ત કરીમ સાથે ઘણી વાર વાત કરતા જોઈ ગયો હતો.

આ પણ વાંચોઃ ભાજપ યાત્રાને મંજૂરી નહિ, હાઈકોર્ટની ચીફ જસ્ટીસ બેંચે રદ કર્યો સિંગલ બેંચનો ચુકાદોઆ પણ વાંચોઃ ભાજપ યાત્રાને મંજૂરી નહિ, હાઈકોર્ટની ચીફ જસ્ટીસ બેંચે રદ કર્યો સિંગલ બેંચનો ચુકાદો

English summary
Tandoor Murder Case: Convict Sushil Sharma should be released, says Delhi HC
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X