
ગોવા કોર્ટે તરૂણ તેજપાલના 6 દિવસના પોલીસ રિમાન્ડ કર્યા મંજૂર
પણજી, 1 ડિસેમ્બર: મહિલા પત્રકારના યૌન શોષણના આરોપી તહેલકા પત્રિકાના પૂર્વ એડિટર તરૂણ તેજપાલની શનિવારે રાત્રે ધરપકડ બાદ આજે બપોરે 12 વાગે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, ત્યારબાદ તેમને છ દિવસના પોલીસ રિમાંડ પર મોકલી દેવામાં આવ્યા છે. ફરિયાદી પક્ષે કોર્ટમાં દલીલ કરી હતી કે પોલીસને હજુ આ કેસમાં તરૂણ તેજપાલ પાસેથી ઘણી વાતો બહાર કાઢવા અને કબૂલ કરાવવી છે.
તરૂણ તેજપાલને ધરપકડ બાદ 12.30 વાગે સ્વાસ્થ્ય પરિક્ષણ માટે ગોવા મેડિકલમાં લઇ જવાયા હતા. તેમને આખી રાત બે હત્યાના આરોપી સાથે લોકઅપમાં વિતાવી હતી. આ ઉપરાંત તેમના પરિજનોએ બે જોડી કપડાં આપ્યા, જેની કોર્ટ પરવાનગી આપી હતી. જો કે કસ્ટડીમાં આવ્યા બાદ તેમને મીડિયાને કંઇપણ કહ્યું ન હતું. જો કે તેમનો ચહેરો ફિક્કો પડી ગયો હતો.
કેસની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાંચના સૂત્રોનું કહેવું છે કે તરૂણ તેજપાલનું નિવેદન લેવા માટે પોલીસ રિમાન્ડની જરૂર છે. જેમને કાર્યાલયની અંદર વાતચીત દરમિયાન કનિષ્ઠ મહિલા કર્મચારી સાથે છેડતીની વાત સ્વિકારી છે, પરંતુ સાર્વજનિક નિવેદનમાં કોઇપણ ખોટા કાર્યની મનાઇ કરી છે.
આ પહેલાં દુષ્કર્મના આરોપી તરૂણ તેજપાલને કોર્ટ દ્વારા ત્યારે મોટો ઝટકો લાગ્યો જ્યારે ગોવા સેશન્સ કોર્ટે તેમની જામીન અરજીની મનાઇ કરી દિધી હતી. શનિવારે સવારે કોર્ટે તેમની આગોતરા જામીન અરજી પર નિર્ણય સાંજે 4.30 વાગ્યા સુધી પેન્ડિંગ રાખી લીધો હતો. ચૂકાદો આવે ત્યાં સુધી પોતાની મરજીથી ડૉના પોલા ક્રાઇમ બ્રાંચના કાર્યાલયમાં સમય વિતાવ્યો. તેજપાલે ત્યાં પત્રકારોને કહ્યું કે તે ક્રાઇમ બ્રાંચની તપાસમાં મદદ કરવા માટે અહીં આવ્યા છે.