For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટાટા સમૂહએ બનાવી નવી તોપ

By Super
|
Google Oneindia Gujarati News

tata
નવીદિલ્હી, 11 ડિસેમ્બરઃ ટાટા સમૂહે સ્વદેશી ખાનગી રક્ષા ઉદ્યોગને વિકસીત કરવા માટે એક ડગ માંડ્યું છે અને એક નવી તોપ બનાવી છે, જેનું પરીક્ષણ કરવા માટે સેનાને ગોળા-બારૂદ પૂરા પાડવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ટાટા પાવર સ્ટેટેજિક ઇલેક્ટ્રોનિક્સ ડિવીઝનના પ્રમુખ રાહુલ ચૌધરીએ મંગળવારે કહ્યું કે અમે તોપ પ્રણાલીને વિકસીત કરવા માટે ઘણા વિદેશી સહિયોગીઓ સાથે કામ કર્યું છે. અમે સેનાને તોપની અભિયાંત્રિકી અને ગોળા-બારૂદ પૂરા પાડવા અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું કે કંપનીએ અત્યારે તોપનો એક નમૂનો તૈયાર કરી લીધો છે અને તેનો ઉપયોગ 50થી 55 ટકા ભાગો સ્વદેશી છે. દોઢસો અથવા તો તેના કરતા વઘારે તોપ બનાવવાની અમારી ક્ષણતા છે. અમે તોપના ઉપયોગમાં લેવાયેલા સ્વદેશી ભાગોની ટકાવારી વધારીને 70થી 75 કરી શકીશું.

ટાટા સમૂહ તરફથી બનાવવામાં આવેલી 155 મિલીમીટર 52 કેલિબરની તોપની મારક ક્ષમતા 52 કિલોમીટર હોવાની સંભાવના છે જે ભારત તરફથી વિકસાવવામાં આવેલી તોપોમાં સૌથી વઘારે હશે. કંપની ઇચ્છે છે કે રક્ષા મંત્રાલય ભવિષ્યમાં આવી તોપોની ખરીદી વખતે તેમને નિવિદા પ્રક્રિયામાં ભાગ લેવાની પરવાનગી આપે. ગત 25 વર્ષથી બોફર્સ તોપ ગોટાળાના ભૂતના સાયાથી પરેશાન સેના વિદેશી કંપનીઓ પાસેથી એક પણ તોપ ખરીદી નથી શકી, જો કે એ માટે ઘણા પ્રયાસ કરવામાં આવ્યા.

રક્ષામંત્રાલયએ વિભિન્ન રીતે તોપોની ખરીદી માટે ઘણી નિવિદાઓ જાહેર કરી હતી જેમાંથી સેના પર 20 હજાર કરોડ રૂપિયાથી વઘારે ભારણ પડશે. મંત્રાલયે આ સાથે જ ચીન અને પાકિસ્તાન સાથે જોડતી પર્વતીય સીમા પર તૈનાતી માટે 145 એમ 777 અત્યંત હલકી તોપની ખરીદી માટે અમેરિકન સરકારને અનુરોધ પત્ર પણ મોકલ્યો હતો.

English summary
In a step towards developing the indigenous private sector defence industry, the Tata group has come up with a new artillery gun and has requested the Army to provide its ranges and ammunition for trying out the howitzer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X