નક્સલવાદીઓએ ધારાસભ્ય સહિત TDPના બે નેતાની હત્યા કરી
નક્સલવાદીઓએ ધારાસભ્ય સહિત TDPના બે નેતાની હત્યા કરી
વિશાખાપટ્ટનમઃ આજે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના બે નેતાઓની નક્સલવાદીઓએ ગોળી મારી હત્યા કરી નાખી. અરાકૂના ધારાસભ્ય કિદારી સર્વેસ્વરા રાવ અને પૂર્વ ધારાસભ્ય સિવેરી સોમાને ડુંબ્રીગુડા મંડળમાં નક્સલીઓએ ટાર્ગેટ કર્યા હતા, ઘટના સ્થળે જ બંને નેતા મૃત્યુ પામ્યા. માનવામાં આવી રહ્યું છે કે 60થી વધુ નક્સલવાદીઓએ આ ઘટનાને અંજામ આપ્યો, જેમાં મહિલાઓ પણ સામેલ હતી.

પોલીસે જણાવ્યું કે અગાઉ પણ માઓવાદીઓ તરફથી બંનેને ધમકી મળતી રહી હતી. આ અંગે વિશાખાપટ્ટનમના ડીઆઈજી શ્રીકાંતે મીડિયાને જણાવ્યું કે પીએસઓ પાસેથી તથ્યોની જાણકારી મેળવવાની કોશિશ કરી રહ્યા છીએ. માહિતી મુજબ હથિયારધારી 20 જેટલા માઓવાદી હતા અને આજુબાજુના વિસ્તારમાં હજુ હોય શકે છે જેઓ ગ્રામજનોની સાથે આવ્યા હતા. અંદાજા મુજબ 20 જેટલા નક્સલીઓએ બપોરે 12 વાગ્યે એમના પર હુમલો કર્યો, પીએસઓ પાસેથી હથિયાર છીનવી લીધાં અને એમના પર ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું. ઘટના સ્થળે જ બંને મૃત્યુ પામ્યા. હુમલો થવા પાછળનું કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું.
Visakhapatnam: #Visuals from the spot where TDP leaders Kidari Sarveswara Rao & Siveri Soma, present and former MLA from Araku respectively, were shot dead by Naxals today. #AndhraPradesh pic.twitter.com/RoFBBHQUK7
— ANI (@ANI) September 23, 2018
જણાવી દઈએ કે સર્વેશ્વરા રાવ 2014માં યુવજન શ્રમિક રાયથૂ કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પર અકારુમાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. અકારૂ વિધાનસભા અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત છે. એમણે ટીડીપીના સિવેરી સોમને હરાવ્યા હતા જો કે 2016માં રાવ ટીડીપીમાં સામેલ થઈ ગયા હતા.
આ પણ વાંચો- દુનિયાની સૌથી મોટી હેલ્થકેર સ્કીમ 'આયુષ્માન ભારત'નું PM મોદીએ ઉદ્ઘાટન કર્યું
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
