For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

9 વર્ષના બાળકનો નિબંધ વાંચીને ભાવુક થયા ટીચર્સ, મંત્રીએ કર્યુ આ એલાન

મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ચોથા ધોરણમાં ભણતા એક 9 વર્ષીય છાત્રનો નિબંધ હાલમાં ઘણો વાયરલ થઈ રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ચોથા ધોરણમાં ભણતા એક 9 વર્ષીય છાત્રનો નિબંધ હાલમાં ઘણો વાયરલ થઈ રહ્યો છે. સ્કૂલમાં આયોજિત નિબંધ સ્પર્ધામાં બાળકને 'મારા પિતા' વિષય પર નિબંધ લખવા માટે કહેવામાં આવ્યુ હતુ જેમાં તેણે પોતાના ઘરની ગરીબી અને આર્થિક સમસ્યા વિશે લખ્યુ, છાત્રનો લેખ વાંચીને શિક્ષિકા પણ ભાવુક થઈ ગયા. ટીચરે તેના નિબંધને પોતાના સહયોગીઓ અને જાણકારોને મોકલીને બાળક માટે મદદ માંગી. થોડી વારમાં બાળકનો આ નિબંધ વાયરલ થઈ ગયો જે હવે ચર્ચામાં છે.

મંગેશે જણાવી ઘરની સમસ્યા

મંગેશે જણાવી ઘરની સમસ્યા

વાસ્તવમાં બીડ જિલ્લા પરિષદ સ્કૂલમાં ચોથા ધોરણમાં ભણતો મંગેશ હાલમાં પોતાના નિબંધ માટે ચર્ચામાં છે. સ્કૂલે એક નિબંધ સ્પર્ધાનુ આયોજન કર્યુ જેમાં બાળકોને મારા પિતા વિષય પર નિબંધ લખવા માટે કહેવામાં આવ્યુ. ચોથા ધોરણના મંગેશે નિબંધમાં પોતાની ગરીબી અને ઘરની આર્થિક સમસ્યા વિશે લખ્યુ જે ને વાંચીને શિક્ષિકા પણ ભાવુક થઈ ગયા.

પિતાનુ થઈ ચૂક્યુ છે મોત અને મા દિવ્યાંગ

પિતાનુ થઈ ચૂક્યુ છે મોત અને મા દિવ્યાંગ

મંગેશે નિબંધમાં લખ્યુ, મારા પિતા કહેતા હતા કે ભણી-ગણીને સાહેબ બનજે. પરંતુ એક વર્ષ પહેલા પિતાનુ ટીબીના લીધે મોત થઈ ગયુ. પિતાના મોત પર હું અને મા બહુ રડ્યા, એ દિવસે ઘણા બધા લોકો અમારા ઘરે આવ્યા હતા, અમારી સાથે હોવીની સાંત્વના આપી રહ્યા હતા. પિતાના ગયા બાદ હવે કોઈ અમારી મદદ નથી કરતુ. મારી મા દિવ્યાંગ છે અને ઘરનુ બધુ કામ મારે કરવુ પડે છે. મંગેશની શિક્ષિકાએ જણાવ્યુ કે જ્યારે તેણે છાત્રનો લેખ વાંચ્યો તો તેનુ દિલ ભરાઈ ગયુ.

ટિચરે શેર કર્યો નિબંધ

ટિચરે શેર કર્યો નિબંધ

શિક્ષિકાએ જણાવ્યુ કે મંગેશના નિબંધથી હું બહુ જ દુઃખી થઈ અને તેની મદદ માટે લેખ પોતાના સાથીઓને મોકલી દીધો. તેમણે જણાવ્યુ કે મંગેશના અભ્યાસ માટે તેની પાસે પૈસા નથી કારણકે જે પણ પૈસા માએ ભેગા કર્યા હતા તે મંગેશના પિતાના ઈલાજમાં ખર્ચ થઈ ગયા. ત્યારબાદ મંગેશનો લખેલો નિબંધ એ રીતે વાયરલ થયો કે સીધા સામાજિક ન્યાય મંત્રી ધનંજય મુંડે પાસે પહોંચી ગયો.

મદદ માટે આગળ આવ્યા સામાજિક ન્યાય મંત્રી

મદદ માટે આગળ આવ્યા સામાજિક ન્યાય મંત્રી

સમગ્ર બાબતની જાણ થતા જ મંત્રી ધનંજય મુંડેએ સરકારી આદેશ જારી કરીને મંગેશને આર્થિક મદદ કરવાનુ એલાન કર્યુ છે. મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યુ, સામાજિક ન્યાય વિભાગ દ્વારા જે પણ મદદ અમે બાળકની કરી શકીએ છે તેનો આદેશ પહેલા જ આપી દેવામાં આવ્યો છે. મંત્રીએ કહ્યુ, મંગેશ જ્યાં સુધી પોતાના પગ પર ઉભો ન થાય ત્યાં સુધી તેની જવાબદારી મે પોતે ઉઠાવી છે.

આ પણ વાંચોઃ તો શું પ્રેગ્નેન્ટ છે ઐશ્વર્યા રાય? અભિષેક બચ્ચનના ટ્વિટથી શરૂ થઈ અટકળોઆ પણ વાંચોઃ તો શું પ્રેગ્નેન્ટ છે ઐશ્વર્યા રાય? અભિષેક બચ્ચનના ટ્વિટથી શરૂ થઈ અટકળો

English summary
Teachers get emotional after reading 9-year-old child essay social minister announces help
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X