
એક કેન્દ્રીય મંત્રી તેજપાલને બચાવી રહ્યા છે: સુષમા
પણજી, 27 નવેમ્બર: શારિરીક શોષણના કેમાં ફસાયેલા તહેલકાના સંપાદક તરૂણ તેજપાલની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધતી જઇ રહી છે. ભાજપ પર ષડયંત્ર કરવાનો આરોપ લગાવાયા બાદ આજે ભાજપ પણ તેજપાલ પર હુમલો કરી રહી છે. ભાજપ તરફથી સંસદમાં વિપક્ષના નેતા સુષમા સ્વરાજે ટ્વિટ કરીને આરોપ લગાવ્યો છે કે એક કેન્દ્રીય મંત્રી તહેલકાના સંસ્થાપક અને સંરક્ષક છે અને તેઓ તેજપાલને બચાવી રહ્યા છે.
જ્યારે ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરે જણાવ્યું કે તેઓ તરુણ તેજપાલ પર લાગેલા શારીરિક શોષણના મામલાનો જલદી નીપટારો ઇચ્છે છે. પર્રિકરે તેજપાલના એ દાવાને રદિયો આપ્યો જેમાં તેણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી તેમની વિરુધ્ધ કાર્યવાહી માટે પોલીસ પર દબાણ બનાવી રહી છે. પર્રિકરે જણાવ્યું કે આ રીતે હાઇ પ્રોફાઇલ મામલાને વધારે ખેંચવું જોઇએ નહીં. આ જનતાના વિશ્વાસને ઝટકા સમાન છે.
<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>Union Cabinet Minister who is the founder and patron of Tehlaka is shielding Tarun Tejpal.</p>— Sushma Swaraj (@SushmaSwarajbjp) <a href="https://twitter.com/SushmaSwarajbjp/statuses/405561853624868866">November 27, 2013</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>સીએમ પર્રિકરે જણાવ્યું કે હું કોઇના પણ દબાણમાં નથી. પોલીસને મારું માત્ર એટલું જ નિવેદન છે કે આરોપીના પદને જોઇને દબાણમાં ના આવે. કેસની કોઇ ડર વગર તટસ્ટ તપાસ કરે.
દિલ્હી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી આગોતરા જામીન અરજીમાં તેજપાલે જણાવ્યું હતું કે તહેલકાની પત્રકારિતા એક અભિયાન હોવાના કારણે તેમનો વિરોધી સિદ્ધાંતના કારણે ભાજપ તેમની સામે પોલીસનો ઉપોયગ કરી રહી છે. પર્રિકરે તેજપાલ મામલામાં રસ લઇને દરેક પ્રકારની માહિતી મેળવવાના આરોપને નકારી કાઢ્યો છે.
પર્રિકરે જણાવ્યું છે કે જો આ પ્રકારની વસ્તુઓ ક્યારેય સાબિત થઇ શકી, તો હું રાજનીતિ છોડી દઇશ. હું માનું છું કે કાયદાનું પાલન થવું જોઇએ. અત્રે જણાવી દઇએ કે તેજપાલ પર તેમની મહિલા સહકર્મીએ શારિરીક શોષણનો આરોપ લગાવ્યો છે.