ઉત્તરાખંડ: સ્કૂલ બસ ખાઈમાં પડી, 7 બાળકોના મૌતની આશંકા
ઉત્તરાખંડના ટીહરી ગઢવાલમાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. 18 બાળકોને લઈને જઈ રહેલી સ્કૂલ બસ ખાઈમાં પડી છે.
ઉત્તરાખંડના ટીહરી ગઢવાલમાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. 18 બાળકોને લઈને જઈ રહેલી સ્કૂલ બસ ખાઈમાં પડી છે. આ અકસ્માતમાં 7 બાળકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્ત બાળકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પ્રતાપનગર-કુંગસાલી-મદનનેગી મોટરવે પર અકસ્માત થયો હતો જ્યારે વાન કાંગસાળી નજીકથી અનિયંત્રિત થઈને ખાઈમાં પડી હતી.

અકસ્માતની જાણ થતાં જ લોકો અને એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક ખાઈમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Disaster Mitigation And Management Centre, Tehri Garhwal: 7 feared dead after a school bus, carrying 18 children, rolled down a gorge in Kangsali of Tehri Garhwal today. SDRF team has been rushed to the spot. The injured have been shifted to a hospital. #Uttarakhand pic.twitter.com/97RO7JBPn8
— ANI (@ANI) August 6, 2019
તે જ સમયે, બદરીનાથ હાઇવે પર લામબગડ સ્લાઇડર ઝોન બસ પર બોલ્ડર પડતાં પાંચ મુસાફરો મૃત્યુ પામ્યા હતા જયારે ઘણા લોકો તેમના ઘાયલ થયા છે. પોલીસ ટીમ સ્થળ પર હાજર છે અને બચાવ કામગીરી ચાલુ છે.
આ પણ વાંચો: આર્ટિકલ 370 હટ્યા બાદ શું હવે તમે જમ્મુ અને કાશ્મીરમાં પ્રોપર્ટી ખરીદી શકશો? જાણો












Click it and Unblock the Notifications
