For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્ટિકલ 370 હટ્યા બાદ શું હવે તમે જમ્મુ અને કાશ્મીરમાં પ્રોપર્ટી ખરીદી શકશો? જાણો

આર્ટિકલ 370 હટ્યા બાદ શું હવે તમે જમ્મુ અને કાશ્મીરમાં પ્રોપર્ટી ખરીદી શકશો? જાણો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સોમવારે જમ્મુ અને કાશ્મીરમાં લાગૂ કલમ 370 ખતમ કરવાનો ઐતિહાસિક ફેસલો લીધો છે. રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવવાન સંકલ્પ રજૂ કર્યો. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ હવે આ કાનૂન રાજ્યમાંથી હટી ગયો છે અને જમ્મુ-કાશ્મીર રાજ્યને મળેલ વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ થઈ ચૂક્યો છે. આની સાથે જ જમ્મુ અને કાશ્મીરને વિધાનસભા વાળા કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો મળી ગયો છે, જ્યારે લદ્દાખ પણ જમ્મુ અને કાશ્મીરથી અલગ થઈ વિધાનસભા વિનાનું કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયું છે. આ ફેસલા બાદ સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે હવે કોઈપણ ભારતીય જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં સંપત્તિ ખરીદી શકશે? આખરે 370 હટ્યા બાદ શું બદલાવ આવશે?

ભારતીય સંપત્તિ ખરીદી શકશે?

ભારતીય સંપત્તિ ખરીદી શકશે?

જણાવી દઈએ કે આર્ટિકલ 370 જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપે છે, જે બાદ કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરને લઈ કોઈ મોટો ફેસલો ન લઈ શકે. આ એક અસ્થાયી પ્રબંધ હતો. સોમવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી જમ્મુ અને કાશ્મીરમાં અનુચ્છેદ 370 અને 35એ હટાવવા માટે અધિસૂચના જાહેર કરી દેવામાં આવી. આ ફેસલા બાદ હવે કોઈપણ ભારતીય જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં સંપત્તિ ખરીદી શકશે. એટલે કે રાજ્યમાં સંપત્તિ ખરીદવાથી રોકતા ભેદભાવપૂર્ણ પ્રાવધાનોને સમાપ્ત કરી દેવામાં આવ્યા છે.

કાશ્મીરી પંડિતોના વતન પરત ફરવાનું સપનું સાકાર થશે

કાશ્મીરી પંડિતોના વતન પરત ફરવાનું સપનું સાકાર થશે

આ ફેસલાનો સીધો મતલબ કે મહિલાઓને સંપત્તિનો અધિકાર મળશે પછી ભલે તે જમ્મુ અને કાશ્મીરમાં રહેતા વ્યક્તિ સાથે લગ્ન કરવાનો ફેસલો કરે. આ ઉપરાંત વિસ્થાપિત કાશ્મીરી પંડિતો હવે પોતાના વતન પરત ફરવા, પોતાના ઘર અને દુકાનોને ખરીદવાના સપનાને સાકાર કરી શકે છે. આ ફેસલાની અસર માત્ર આ બંને પર જ નહિ બલકે હવે કોઈપણ ભારતીય જમ્મુ અને કાશ્મીરમાં જમીન ખરીદવાનો હકદાર છે.

જમ્મુ અને કાશ્મીરના લોકોને આ ફાયદો મળશે

જમ્મુ અને કાશ્મીરના લોકોને આ ફાયદો મળશે

કલમ 370 પરના ફેસલા બાદ ભારતમાં રહતા કોઈપણ નાગરિકો જો ઈચ્છે તો જમ્મુ અને કાશ્મીરમાં ઘર, પ્લોટ, ખેતીની જમીન, દુકાન વગેરે ખરીદી શકશે. નવી વ્યવસ્થા લાગૂ થયા બાદ રાજ્યમાં પ્રોપર્ટના રેટ વધશે અને રિયલ એસ્ટેટ બજારમાં પણ તેજી જોવા મળશે. પહેલા માત્ર રાજ્યનો નિવાસી જ સંપત્તિ ખરીદી શકતો હતો અને ભારતીયોને સંપત્તિ ખરીદવા પર રોક હતી. એવી સ્થિતિને કારણે કાશ્મીરના લોકોને નોકરીઓનું નુકસાન થયું.

કલમ 370 હટ્યા બાદ બદલાવ આવ્યો

કલમ 370 હટ્યા બાદ બદલાવ આવ્યો

કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ જમ્મુ અને કાશ્મીરમાં આગામી સમયમાં ફાયદો મળશે. આ ફેસલાથી પ્રદેશની આર્થિક વ્યવસ્થામાં અનુચ્છેદ 35એ ખતમ થવાથી રાજ્યના સ્થાયી નિવાસીઓની ડબલ નાગરિકતા ખતમ થઈ જશે. હવે તેઓ ભારતના નાગરિક હશે. જેની સીધી અસર આ ક્ષેત્રના લોકો પર પડશે. એક પર્યટક કેન્દ્ર હોવા ખાતર આ ક્ષેત્રમાં હવે કેટલાય વિશ્વ સ્તરીય હોટલ સ્થાપિત કરવામાં આવી શકે છે, જેનાથી વધુ નોકરીઓ અને સમૃદ્ધિ આવશે.

જમ્મુ અને કાશ્મીરમાં આર્ટિકલ 370ના ફેસલા બાદ પાકિસ્તાનમાં હાહાકાર, શેર માર્કેટ ધડામજમ્મુ અને કાશ્મીરમાં આર્ટિકલ 370ના ફેસલા બાદ પાકિસ્તાનમાં હાહાકાર, શેર માર્કેટ ધડામ

English summary
article 370: can anyone now buy a property in jammu and kashmir? know here
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X