જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર સુપ્રીમ કોર્ટની મહોર, જાણો ચુકાદો સંભળાવતી વખતે કોર્ટે શું-શું કહ્યુ?

SC Verdict on Article 370: જમ્મુ અને કાશ્મીરમાં વિવાદાસ્પદ કલમ 370 નાબૂદ કરવાના કેન્દ્રના નિર્ણયની બંધારણીય માન્યતા પર આજે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો છે. સુપ્રીમ કોર્ટે કલમ 370 હટાવવાની મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટનું માનવું છે કે જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ બની ગયું છે, જે ભારતના બંધારણની કલમ 1 અને 370 પરથી સ્પષ્ટ થાય છે.

સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે 2 ઓગસ્ટથી રોજે રોજ કેસની સુનાવણી કર્યા બાદ 5 સપ્ટેમ્બરે અરજીઓ પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે આ કેસમાં ચુકાદો સંભળાવ્યો. આ બેન્ચમાં જસ્ટિસ સંજય કિશન કૌલ, સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ અને સૂર્યકાંતનો સમાવેશ થાય છે.

SC

કોર્ટે શું કહ્યુ?

CJI DY ચંદ્રચુડે કહ્યું, "સંઘ દ્વારા લેવાયેલ દરેક નિર્ણય રાજ્ય તરફથી પડકારને આધીન નથી. આ અરાજકતા અને અનિશ્ચિતતા પેદા કરશે અને રાજ્યના વહીવટને લકવાગ્રસ્ત કરશે."

સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે અરજદારોની દલીલ કે કેન્દ્ર સરકાર રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન દરમિયાન ઉલટાવી શકાય તેવા પરિણામો સાથે પગલાં લઈ શકતી નથી તે સ્વીકાર્ય નથી.

સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપતાં કહ્યું કે કલમ 370 હટાવવાનું યોગ્ય છે. જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે.

ચુકાદાના મુખ્ય મુદ્દા

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય બંધારણીય રીતે સાચો હતો. રાષ્ટ્રપતિને કલમ 370 હટાવવાનો અધિકાર છે. કલમ 370 એક અસ્થાયી જોગવાઈ હતી. જમ્મુ કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. જમ્મુ અને કાશ્મીરમાં કોઈ આંતરિક સાર્વભૌમત્વ નથી.

બંધારણની તમામ જોગવાઈઓ જમ્મુ અને કાશ્મીરને લાગુ પડે છે. જમ્મુ-કાશ્મીરના એકીકરણ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં રાજ્યનો દરજ્જો જલ્દીથી પુનઃસ્થાપિત થવો જોઈએ. જમ્મુ-કાશ્મીરમાં 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં ચૂંટણી યોજવી જોઈએ. લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ જ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X