મારા જમવાનામાં નીતીશ કુમારના ઈશારે જહેર મેળવવામાં આવી રહ્યું
લાલુ પ્રસાદ યાદવના દીકરી તેજસ્વી યાદવે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પર ગંભીર આરોપો લગાવ્યા છે.
લાલુ પ્રસાદ યાદવના દીકરી તેજસ્વી યાદવે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેજસ્વી યાદવે જણાવ્યું કે તેના ખાસ સૂત્રો ઘ્વારા જાણવા મળ્યું છે કે તેમના વિરુદ્ધ ગંભીર ક્ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ પહેલા પણ તેજસ્વી યાદવ નીતીશ કુમાર પર ફોન ટેપ કરવાનોઆરોપ લગાવી ચુક્યા છે.

તેજસ્વી યાદવ ઘ્વારા ટવિટ કરવામાં આવ્યું કે ફોન ટેપિંગ પછી હવે તેમના સર્કિટ હાઉસમાં રહેવાથી લઈને ખાવા પીવાની વસ્તુમાં નશીલી અને વિષેલી વસ્તુઓ મેળવવાની સાથે સભાસ્થળ સુધી તેમનો પીછો કરી તેમની જાસૂસી કરવામાં આવી રહી છે. તેમની છબી બગાડવા અને તેમના જીવને નુકશાન પહોંચાડવાનું ક્ષડયંત્ર રચાઈ રહ્યું છે.
નીતીશ કુમાર પર હુમલો કરતા તેજસ્વી યાદવે એક પછી એક ટવિટ કર્યું અને બીજા ટવિટમાં તેજસ્વી યાદવે લખ્યું કે નીતીશ કુમાર અમને મળી રહેલા જનસમર્થન થી ગભરાઈ ગયા છે.
તેજસ્વી યાદવે આગળ જણાવ્યું કે દેશ જાણે છે કે નીતીશ કુમાર નકારાત્મક અને અવસરવાદી વ્યક્તિ છે જે વિરોધીઓને હટાવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. મને ખબર નથી પડી રહી કે એક 28 વર્ષના યુવાને તેમનું શુ બગાડ્યું છે? તેમને તો અમારા સહયોગથી બહુમત મેળવીને જનાદેશ ને દગો આપ્યો છે.
તેજસ્વી યાદવના નિવેદનો પછી નીતીશ કુમારના બચાવમાં જનતાદળ યુનાઇટેડના મુખ્ય પ્રવકતા સંજય સિંહ સામે આવ્યા. સંજય સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેજસ્વી યાદવને તેની યાત્રા દરમિયાન નીતીશ કુમારની લોકપ્રિયતાનો અંદાઝો આવી ગયો છે અને તેમને પોતાની હારનો પણ અંદાઝો આવી ગયો છે.












Click it and Unblock the Notifications
