તેજપાલની જામીન અરજી નકારી કાઢી, વધુ 10 દિવસ રહેશે જેલમાં

Posted By:
Subscribe to Oneindia News

પણજી, 4 જાન્યુઆરી: યૌન શોષણના કેસમાં તહેલકાના પૂર્વ ચીફ એડિટર તરૂણ તેજપાલની જામીન અરજી ફરીથી નકારી કાઢવામાં આવી છે. કોર્ટે તરૂણ તેજપાલની ન્યાયિક કસ્ટડી વધુ 10 દિવસ વધારી દિધી છે.

તહેલકા પૂર્વ ચીફ એડિટર તરૂણ તેજપાલની જામીન અરજી પર સુનાવણીના સંદર્ભે તેમને આજે (શનિવારે) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મહિલા સહકર્મીનો યૌન ઉત્પીડન કરવાના કેસમાં 30 નવેમ્બર 2013ના રોજ ધરપકડ કરવામાં આવી હતી તરૂણ તેજપાલ એક મહિનાથી વધુ સમય જેલમાં વિતાવી ચૂક્યાં છે. આ દરમિયાન તે પોલીસ કસ્ટડીમાં રહ્યાં છે.

tarun-tejpal-at-court-600

તે ગોવાના બંદરગાહ શહેર વાસ્કોના સાડા ઉપ જેલમાં કેદી નંબર 624 રૂપમાં રહે છે. તરૂણ તેજપાલની જામીન અરજી પર સુનાવણી પણજીની જીએમએફસીમાં કરવામાં આવશે.

English summary
Tehelka editor-in-chief Tarun Tejpal's judicial remand was Saturday extended by a further 10 days by a magistrate here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.