તેલંગાણા: ફટાકડાની ફેક્ટરીમાં આગ, 10 લોકોની મૌત, ઘણા ઘાયલ

તેલંગાણાના વારંગલ જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાથી 10 લોકોની મૌત થઇ ચુકી છે. આ ઘટનામાં ઘણા લોકોના ઘાયલ થવાની પણ ખબરો આવી રહી છે.

તેલંગાણાના વારંગલ જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાથી 10 લોકોની મૌત થઇ ચુકી છે. આ ઘટનામાં ઘણા લોકોના ઘાયલ થવાની પણ ખબરો આવી રહી છે. ફેક્ટરીની ભીષણ આગ ઓલવવા માટે ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ જગ્યા પર આવી ચુકી છે.

telangana

આ મામલે જાણકારી આપતા વારંગલ જિલ્લા કલેક્ટર ઘ્વારા જણાવવામાં આવ્યું કે આગ પર કાબુ મેળવવા માટેની કોશિશ કરવામાં આવી રહી છે. હાલમાં 4 ફાયરબ્રિગેડ ગાડીઓ ત્યાં લગાવી દેવામાં આવી છે.

આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જણાવવામાં આવી રહ્યું છે કે બની શકે કે ફટાકડા બનાવવામાં વપરાયેલો કોઈ પ્રદાર્થ વિસ્ફોટ થયો હોય. આસપાસના લોકો ઘ્વારા જણાવ્યા અનુસાર ઘટના વિશે હજુ સુધી પણ કઈ કહી શકાય નહીં.

fire at a firecracker godown

આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘણા ઘાયલોની હાલત ગંભીર છે. હજુ સુધી બધા જ મૃતકોની ઓળખ પણ નથી થઇ શકી. આગના કારણે ઘણા લોકોના શરીર બિલકુલ બળી ગયા છે.

એક રિપોર્ટ અનુસાર દુર્ઘટના સમયે ફેકટરીમાં 25 લોકો કામ કરી રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે, કારણકે હજુ પણ ઘણા લોકો લાપતા જણાવવામાં આવી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X