For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીડિયો: નેતાજીએ ચપ્પલ વહેંચી, કહ્યું કામ ના કરું તો આનાથી મારજો

પાંચ રાજ્યોમાં થઇ રહેલી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારો પોતાના ક્ષેત્રમાં મતદાતાઓને રીઝવવા માટે અલગ અલગ ઉપાયો કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

પાંચ રાજ્યોમાં થઇ રહેલી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારો પોતાના ક્ષેત્રમાં મતદાતાઓને રીઝવવા માટે અલગ અલગ ઉપાયો કરી રહ્યા છે. પરંતુ તેલંગાણામાં એક ઉમેદવારે મતદાતાઓને પોતાના પક્ષમાં કરવા માટે એક અજીબ રસ્તો અપનાવ્યો છે. તે પોતાના મતદારોને વોટ માંગતી વખતે ચપ્પલ આપી રહ્યો છે. તેની સાથે તેઓ કહી રહ્યા છે કે જો તેઓ જીતી જાય અને તેમનું કામ નહીં કરે તો તેઓ આ ચપ્પલ ઘ્વારા તેની પીટાઈ કરે.

telangana assembly election 2018

તેલંગાણાના કરતાલમાં એક નિર્દલીય ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા અકુલા હનુમંત વોટ માંગવાની સાથે સાથે લોકોના ઘરે ચપ્પલ ભરેલું બોક્સ લઈને પણ પહોંચ્યા. અકુલા હનુમંતે પ્રચાર દરમિયાન જનતાને સંબોધિત કરતા કહ્યું કે તેમની પાછળ કોઈ પણ પાર્ટીનો હાથ નથી તેઓ કોઈ પણ પાર્ટી સિમ્બોલ વિના ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેમને કહ્યું કે જનતા તેમને જીતાડશે તો તેઓ ઘોષણાપત્રમાં કરેલા બધા જ વચનો પુરા કરશે. તેમને આગળ કહ્યું કે જો હું મારા વચનો પુરા કરવામાં અસફળ થાઉં, તો તમે ચપ્પલ ઘ્વારા મારી પીટાઈ કરજો.

આ પણ વાંચો: તેલંગાણાના સૌથી અમીર સાંસદની રાહુલ ગાંધી સાથે મુલાકાત, કોંગ્રેસમાં જોડાશે

અકુલા હનુમંતનો આ ચૂંટણી પ્રચાર ઉપાય ચોક્કસ હજુ સુધી કોઈ પણ રાજનેતાએ નહીં અપનાવ્યો હોય. અકુલા હનુમંત ઘરે ઘરે જઈને લોકોને વિકાસ કરવાનું વચન આપી રહ્યા છે. લોકોમાં આ પ્રકારનું ચૂંટણી પ્રચાર ચર્ચાનો વિષય બન્યું છે. તેમની ચપ્પલો સાથે વોટ માંગવાનો રસ્તો બધાની વચ્ચે ફેમસ થઇ રહ્યો છે, જેને સોશ્યિલ મીડિયા પર પણ ઘણા લોકો શેર કરી રહ્યા છે. તેલંગાણામાં 7 ડિસેમ્બર 2018 દરમિયાન વોટ નાખવામાં આવશે જયારે 11 ડિસેમ્બરે તેનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો: સોનિયા ગાંધીથી ચંદ્રબાબુ નાયડૂ ખફા? રેલીમાં સ્ટેજ શેર નહિ કરે

English summary
Telangana Candidate Akula Hanumanth Hands Out Slippers, Wants People To Beat Him
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X