For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલંગાના ચૂંટણી પરિણામ 2018: કોંગ્રેસે EVM પર કર્યા સવાલ, VVPAT ગણતરીની માંગ

તેલંગાના રાજ્ય કોંગ્રેસ કમિટીના નેતા ઉત્તમ કુમાર રેડ્ડીએ ચૂંટણી પરિણામ પર સવાલ ઉઠાવતા કહ્યુ કે મને ચૂંટણી પરિણામ પર શંકા છે.

|
Google Oneindia Gujarati News

તેલંગાના વિધાનસભા ચૂંટણીના પરિણામો જે રીતે ટીઆરએસના પક્ષમાં જતા જોવા મળી રહ્યા છે અને પાર્ટી રાજ્યમાં પ્રચંડ બહુમત સાથે સરકાર બનાવતી જોવા મળી રહી છે. તે વચ્ચે કોંગ્રેસ નેતાએ ચૂંટણી પરિણામો પર સવાલ ઉભા કર્યા છે. તેલંગાના રાજ્ય કોંગ્રેસ કમિટીના નેતા ઉત્તમ કુમાર રેડ્ડીએ ચૂંટણી પરિણામ પર સવાલ ઉઠાવતા કહ્યુ કે મને ચૂંટણી પરિણામ પર શંકા છે. ઉત્તમ કુમારે ઈવીએમ મશીનો સાથે છેડછાડનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ કે વીવીપેટની સ્લીપની ગણતરી થવી જોઈએ.

આ પણ વાંચોઃ ચૂંટણી રૂઝાનઃ રાજસ્થાન, એમપી, છત્તીસગઢમાં ભાજપને ઝટકો, કોંગ્રેસે કર્યો સરકાર બનાવવાનો દાવોઆ પણ વાંચોઃ ચૂંટણી રૂઝાનઃ રાજસ્થાન, એમપી, છત્તીસગઢમાં ભાજપને ઝટકો, કોંગ્રેસે કર્યો સરકાર બનાવવાનો દાવો

congress

ઉત્તમ કુમારે કહ્યુ કે બધા કોંગ્રેસ નેતા ચૂંટણી આયોગને આ બાબતની ફરિયાદ કરશે. તેમણે કહ્યુ કે અમને ઈવીએમ પર શંકા છે. ચૂંટણીમાં ધાંધલી કરવામાં આવી છે. બધા કોંગ્રેસ નેતા આરઓ અધિકારીને આ બાબતે ફરિયાદ કરશે. આ સાથે અમે મુખ્ય ચૂંટણી કમિશનને પણ આ અંગે ફરિયાદ કરીશુ. કુમારે કહ્યુ કે કેવી રીતે ટીઆરએસના નેતા ચૂંટણી પરિણામ ઘોષિત થતા પહેલા, ત્યાં સુધી કે મત ગણતરી પહેલા જ કહી શકે કે કોણ આ ચૂંટણીમાં હારશે.

આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પની કોલેજમાંથી ભણેલા સચિન બનશે રાજસ્થાનના સીએમ? વાંચો પ્રોફાઈલઆ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પની કોલેજમાંથી ભણેલા સચિન બનશે રાજસ્થાનના સીએમ? વાંચો પ્રોફાઈલ

તેલંગાનાની વર્તમાન સ્થિતિ પર નજર નાખીએ તો અહીંની કુલ 119 વિધાનસભા સીટો પર ટીઆરએસ 93 સીટો પર જીતતી જોવા મળી રહી છે. રૂઝાનો મુજબ કોંગ્રેસ માત્ર 17 સીટો પર સમેટાતી દેખાઈ રહી છે જ્યારે ભાજપના ખાતામાં માત્ર 2 સીટો જતી દેખાઈ રહી છે. વળી, જો અન્ય દળોની વાત કરીએ તો તેમના ખાતામાં માત્ર 7 સીટો જતી જોવા મળી રહી છે.

English summary
Telangana Election Results 2018: Congress questions EVM to to complain with Election Commission.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X