For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Hyderabad Encounter પર તેલંગાણા હાઈકોર્ટમાં આજે સુનાવણી

Hyderabad Encounter પર તેલંગાણા હાઈકોર્ટમાં આજે સુનાવણી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ હૈદરાબાદમાં વેટનરી ડૉક્ટર (પશુ ચિકિત્સક) સાથે ગેંગરેપ અને હત્યાના મામલામાં પકડાયેલ ચારેય આરોપીઓના એન્કાઉન્ટર પર તેલંગાણા હાઈકોર્ટ આજે સુનાવણી કરશે, અદાલતે ચારેય આરોપીઓના દેહને 9 ડિસેમ્બરની રાતે 8 વાગ્યા સુધી સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો હતો, બીજી તરફ આ એન્કાઉન્ટરની તપાસ માટે એક એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે.

Hyderabad Encounter

જણાવી દઈએ કે રવિવારે સાઈબરાબાદ પોલીસ વિરુદ્ધ એક ફરિયાદ નોંધવામાં આવી હતી કે 6 ડિસેમ્બરે 4 આરપીઓ વિરુદ્ધ પોલીસે જે એન્કાઉન્ટર કર્યું હતું તે ફેક હતું, જે બાદ મામલાની તપાસ માટે એક એસઆઈટીની રચના કરવામાં આવી છે.

એસઆઈટી ટીમના સભ્ય આ કેસ સાથે જોડાયેલ સાક્ષીની ઓળખ કરશે અને તેમના નિવેદન લશે અને એસઆઈટી ટીમ એન્કાઉન્ટરની કાર્યવાહીમાં સામેલ પોલીસ ટીમની પણ પૂછપરછ કરશે, આ મામલાને લઈ હવે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ પણ સક્રિય થઈ ગયું છે, ઉલ્લેખનીય છે કે ગત શુક્રવારે સવારે 5 વાગ્યે હૈદરાબાદના એનએચ 44 પર પોલીસે તપાસ દરમિયાન ક્રાઈમ સીન રીકંસ્ટ્રક્ટ કરવા માટે આરોપીઓને અપરાધ સ્થળે લાવી. અહીંતી આરોપીઓએ પોલીસના હથિયાર છીનવી લીધા અને પોલીસ પર ગોળીબાર શરૂ કરી દીધો. પોલીસે તેમને ચેતવણી આપતા આત્મસમર્પણ કરવા માટે કહ્યું, પરંતુ તેઓ ગોળીબાર કરતા રહ્યા. જેના જવાબમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું અને ચારેય મૃત્યુ પામ્યા.

હૈદરાબાદ એનકાઉન્ટરઃ બદલાની ભાવનાથી ન્યાય ચરિત્ર ગુમાવી દે છેઃ CJI બોબડેહૈદરાબાદ એનકાઉન્ટરઃ બદલાની ભાવનાથી ન્યાય ચરિત્ર ગુમાવી દે છેઃ CJI બોબડે

English summary
Telangana High Court to hear the Telangana Encounter case today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X