For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગરમીનું તાંડવ! પારો પહોંચ્યો 46.6 ડિગ્રીને પાર, જાહેર કરાઈ રેડ એલર્ટ

ગરમીએ સંપૂર્ણપણે જોર પકડી લીધુ છે. તાપમાન જે ઝડપથી વધી રહ્યુ છે તે વારંવાર રેકોર્ડ તોડી રહ્યો છે. દિલ્લીમાં તાપમાન 46.6 ડિગ્રી નોંધવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ગરમીએ સંપૂર્ણપણે જોર પકડી લીધુ છે. તાપમાન જે ઝડપથી વધી રહ્યુ છે તે વારંવાર રેકોર્ડ તોડી રહ્યો છે. દિલ્લીમાં તાપમાન 46.6 ડિગ્રી નોંધવામાં આવ્યુ છે. આ સાથે આખુ એનસીઆર રેડ એલર્ટની શ્રેણીમાં આવી ગયુ છે. શનિવાર સુધી અહીં ભીષણ ગરમી પડવાની સંભાવના છે. શુક્રવારે દેશના 10 રાજ્યોમાં તાપમાન 44 ડિગ્રીથી ઉપર જતુ રહ્યુ. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર અને તેલંગાનામાં ગરમીથી સ્થિતિ ખરાબ છે.

આ પણ વાંચોઃ પીએમ મોદીએ પોતાની પાસે રાખ્યા આ મહત્વના મંત્રાલય, જાતે જોશે આનુ કામકાજઆ પણ વાંચોઃ પીએમ મોદીએ પોતાની પાસે રાખ્યા આ મહત્વના મંત્રાલય, જાતે જોશે આનુ કામકાજ

રાજસ્થાનના કે શ્રીગંગાનગરમાં તૂટ્યો 85 વર્ષનો રેકોર્ડ

રાજસ્થાનના કે શ્રીગંગાનગરમાં તૂટ્યો 85 વર્ષનો રેકોર્ડ

રાજસ્થાનના કે શ્રીગંગાનગરની વાત કરીએ તો અહીં 85 વર્ષમાં પહેલી વાર પારો 49.6 ડિગ્રીએ પહોંચી ગયો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા વર્ષ 1934માં તાપમાન 50 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત જયપુરમાં શુક્રવારે પારો 44.2 ડિગ્રી પહોંચી ગયો જ્યારે રાતે તે 33.1 ડિગ્રી સેલ્સિયસ રહ્યુ. વળી ચુરુમાં તાપમાન 48.5 ડિગ્રી નોંધવામાં આવ્યુ. ગઈ રાતે ફલોદીનું તાપમાન 36.2 ડિગ્રી રહ્યુ. તમને જણાવી દઈએ કે આ રાજ્યના એક શહેરની સૌથી વધુ ગરમ રાત હતી.

લૂની ઝપટમાં મધ્યપ્રદેશના ઘણા શહેર

લૂની ઝપટમાં મધ્યપ્રદેશના ઘણા શહેર

મધ્યપ્રદેશમાં પણ ગરમી સ્થિતિ ભયંકર છે. અહીના 13 શહેર લૂની ઝપટમાં છે. સમાચાર છે કે આ ગરમીથી આગામી વધુ બે દિવસ સુધી રાહત મળવાની નથી. ભોપાલની વાત કરીએ તો અહીં શુક્રવારે બુંદાબાંદી છતાં તાપમાન 44.4 ડિગ્રી રહ્યુ. આ સામાન્યથી 4 ડિગ્રી વધુ છે. આ ઉપરાંત નરસિંહપુર, પંચમઢી અને સિવનીને છોડીને કોઈ પણ શહેર એવુ નથી જ્યાં પારો 42 ડિગ્રીની નીચે રહ્યો હોય. જબલપુરમાં 46.75 ડિગ્રી તાપમાન સાથે 120 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો.

ઉત્તર પ્રદેશના આ શહેરમાં 48.04 ડિગ્રી પહોંચ્યો પારો

ઉત્તર પ્રદેશના આ શહેરમાં 48.04 ડિગ્રી પહોંચ્યો પારો

શુક્રવારે ઉત્તર પ્રદેશનું બાંદા સૌથી ગરમ રહ્યુ. અહીં તાપમાન 48.04 ડિગ્રી પહોંચી ગયો. તે સામાન્યથી 5 ડિગ્રી વધુ છે. આ ઉપરાંત ઈલાહાબાદની વાત કરીએ તો ગુરુવારે 25 વર્ષના 48.04 ડિગ્રીનો રેકોર્ડ તોડીને 48.04 ડિગ્રી નોંધવામાં આવ્યુ.

English summary
temperature crossed 46 degree in delhi, weather department released red alert
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X