For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધૂમ્મસનો પ્રકોપ યથાવત, વિઝિબિલીટી 50 મીટરથી ઓછી, 22 ટ્રેનો લેટ, પારો 8 ડિગ્રી

છેલ્લા 24 કલાક દરમિયાન જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા થઈ છે જેની અસર રાજધાની દિલ્લીમાં ખરાબ રીતે થઈ છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તર ભારતમાં ઠંડીનુ તાંડવ સતત ચાલી રહ્યુ છે. છેલ્લા 24 કલાક દરમિયાન જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા થઈ છે જેની અસર રાજધાની દિલ્લીમાં ખરાબ રીતે થઈ છે અને આના કારણે દિલ્લીમાં એક વાર ફરીથી પારો ગગડ્યો છે. આજે દિલ્લીમાં સવારનુ તાપમાન 8 ડિગ્રી રેકોર્ડ કરવામાં આવ્યુ છે. આ દરમિયાન શીત લહેર અને ધૂમ્મસનો પ્રકોપ પણ ચાલુ છે. ગાઢ ધૂમ્મસના કારણે દિલ્લી આવતી 22 ટ્રેનો પોતાના નિર્ધારિત ટાઈમથી લેટ ચાલી રહી છે.

ધૂમ્મસનો પ્રકોપ યથાવત

ધૂમ્મસની અસર ફ્લાઈટ્સ પર પણ પડી છે, વિસ્તારા એરલાઈન્સે એલર્ટ ઈશ્યુ કરીને કહ્યુ કે ધૂમ્મસના કારણે ફ્લાઈટો લેટ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ગાઢ ધૂમ્મસના કારણે વિઝિબિલિટી 50 મીટરથી ઓછી થઈ ગઈ છે જેના કારણે લોકોને રસ્તા પર આવવા જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

વિઝિબિલિટી 50 મીટરથી ઓછી થઈ ગઈ છે...

ભારતીય હવામાન વિભાગે કહ્યુ કે આજે આખો દિવસ પણ ધૂમ્મસ યથાવત રહેશે. દિલ્લી સાથે એનસીઆરના શહેરો ગુરુગ્રામ, ફરીદાબાદ,પલવલ, સોનીપત, નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં પણ ધૂમ્મસ છવાયેલુ છે.

હિમવર્ષાની સંભાવના

હવામાન વિભાગ અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. વિભાગના જણાવ્યા મુજબ આજે હિમાચલના શિમલા, મંડી, કાંગડા, કિન્નૌર અને લાહુલ સ્પીતિમાં હિમવર્ષા હોઈ શકે છે. હિમાચલ પ્રદેશમાં થયેલી હિમવર્ષા બાદ જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થઈ ગયુ છે. રાજ્યના 8 સ્થળોએ અત્યારે તાપમાન શૂન્ય સુધી પહોંચી ચૂક્યુ છે. લોકોને જાનલેવા ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે.

શીત લહેર ચાલુ રહેશે

દિલ્લી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનમાં અલગ અલગ સ્થળોએ વિજળી કડકવા સાથે અમુક સ્થળોએ કરા પડી શકે છે જ્યારે સ્કાઈમેટ મુજબ આવનારા 24 કલાક દરમિયાન જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઉત્તર ભાગોમાં એક-બે સ્થળોએ હળવા વરસાદ કે હિમવર્ષા ચાલુ રહેવાની સંભાવના છે. વળી, આજે રાજસ્થાન, પંજાબ, એમપી, યુપીના ઘણા શહેરોમાં ગાઢ ધૂમ્મસ અને શીત લહેર ચાલુ રહેશે.

આ પણ વાંચોઃ CAAને લઈ આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણીઆ પણ વાંચોઃ CAAને લઈ આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી

English summary
Temperature down, Cold wave and fog continues in Delhi-NCR,22 trains are running late, Rain expected in North India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X