શ્રીનગરના જકૂરામાં એસએસબી પર આતંકવાદી હુમલો, 1 જવાન શહીદ, 7 ઘાયલ

Subscribe to Oneindia News

જમ્મૂ-કાશ્મીરના શ્રીનગર સ્થિત જકૂરામાં સીઆરપીએફ સ્થિત કેમ્પ પર આતંકવાસી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં એસએસબીના 7 જવાનો ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. પ્રારંભિક સમાચાર મુજબ, આ હુમલામાં એસએસબીના 7 જવાન ઘાયલ થયા છે. એક જવાન શહીદ થયાના પણ સમાચાર છે.

shrinagar jakura

આતંકવાદીઓએ પહેલેથી જ યોજના બનાવીને એસએસબી પેટ્રોલિંગ વાહનોને પોતાનો શિકાર બનાવ્યો અને તેના પર હુમલો કરી દીધો. તમને જણાવી દઇએ કે હાલમાં મળતા સમાચાર મુજબ જકૂરા હુમલાની જવાબદારી અલ-ઉમર-મુજાહિદ્દીને લીધી છે. અલ-ઉમર-મુજહિદ્દીન સંગઠન 1992-93 માં બન્યુ હતુ. તેનો પ્રમુખ મુશ્તાક ઝરગર છે.

એસએસબીના આઇજી દીપક કુમારે જણાવ્યું કે જકૂરામાં થયેલા આતંકવાદી હુમલામાં એસએસબીના સાત જવાન ઘાયલ થયા છે. હાલમાં સેનાનુ સર્ચ ઑપરેશન અહીં ચાલુ છે. આતંકવાદીઓએ એસએસબીની પેટ્રોલિંગ પાર્ટી પર ત્યારે હુમલો કર્યો જ્યારે એસએસબીની ત્રણ કંપનીઓ પોતાના છ વાહનોમાં પેટ્રોલિંગ કરીને પાછી ફરી રહી હતી.

English summary
Terror attack carried out at CRPF camp in Zakura, outskirts of Srinagar
Please Wait while comments are loading...