For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

10 જાન્યુઆરીએ દેશમાં આતંકી હુમલાનું કાવતરું, મળ્યો ધમકીભર્યો પત્ર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 7 જાન્યુઆરી: દેશભરના એરપોર્ટને આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખતાં હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, તો બીજી તરફ એરપોર્ટના વોશરૂમમાં મળેલા એક ધમકીભર્યા સંદેશાએ ખળભળાટ મચાવી દિધો છે. વોશરૂમની દિવાલ પર કોઇ અજ્ઞાત વ્યક્તિએ 10 જાન્યુઆરીએ ISISના આતંકવાદી હુમલાની ધમકી આપી છે.

પોલીસ ધમકીની સત્યતા તપાસમાં જોડાઇ ગઇ છે, જ્યારે એરપોર્ટના CCTV ફૂટેજ પણ ખંગાળવામાં આવી રહ્યાં છે. જો કે સમસ્યા એ છે કે વોશરૂમની અંદર કેમેરો લાગેલો ન હતો. એવામાં બહારના કેમેરાના ફૂટેજથી સંદિગ્ધની શોધખોળ કરવામાં આવી રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ-2ના વોશરૂમમાં મંગળવારે સાંજે લગભગ 4:30 વાગે એક સફાઇકર્મીએ દિવાલ પર લખેલું વાંચ્યું અને પછી સુરક્ષાકર્મીને જાણકારી આપી. દિવાલ પર વાદળી સહીથી લખવામાં આવ્યું છે- CSI ATTECK (sic) BY ISIS DATE 10/01/15.

lattter

અત્રે ઉલ્લેખનીય છે કે સીમા પર ગોળીબાર અને તેની આડમાં આતંકવાદીઓની ઘુસણખોરીને ધ્યાનમાં રાખતાં મુખ્ય શહેરોના બધા એરપોર્ટ પર હાઇ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. અત્રે નોંધનીય છે કે અત્યારે મહારાષ્ટ્રને અડીને આવેલા ગુજરાતના ગાંધીનગર ખાતે પ્રવાસી ભારતીય સંમેલન અને વાઇબ્રન્ટ ગુજરાત જેવી મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે દેશ-વિદેશમાંથી મહેમાનો પધારી ચૂક્યાં છે. ત્યારે આ પ્રકારની ધમકીથી ગુજરાત પોલીસ પણ એલર્ટ થઇ ગઇ છે.

English summary
Security agencies were alerted on Wednesday after a hand written note scribbled on a wall inside the Mumbai airport threatened of an impending attack by the ISIS on January 10.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X