મોદી અને યોગીની હત્યા માટે લંડનમાં રચવામાં આવ્યું ષડયંત્ર

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ને જાનની મારી નાખવા માટે એક કાવતરું રચવામાં આવી રહ્યું છે. ગુપ્તચર એજન્સીઓએ યુપી પોલીસ અને કેન્દ્ર સરકારને આ મામલે એલર્ટ જાહેર કરી લીધુ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે લંડનમાં કેટલાક કાશ્મીરી આંતકવાદીઓ આ હુમલોની તૈયારી કરી રહ્યા છે. જે બાદ મોદી અને યોગીની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

narendra modi

ધ એશિયન એજમાં છપાયેલી ખબર મુજબ ગુપ્તચર સંસ્થાઓને આ ઇનપુટ મળ્યા છે. જેમાં લગભગ એક ડઝન ટ્રેંઇન આતંકીઓને આ ટાર્ગેટ સાથે ઉત્તર પ્રદેશમાં ઉતારવામાં આવ્યા છે. વળી સ્લીપર સેલની પણ મદદ લેવામાં આવી રહી છે. જે અંડર ગ્રાઉન્ડ છુપાઇને બેઠા છે.

Read also : PM મોદીની જ રાહે ચાલી નીકળ્યાં છે CM યોગી.

સ્થાનિક ગુપ્તચરો જોડેથી જે ઇનપુટ મળ્યા છે. તે મુજબ વડાપ્રધાન અને મુખ્યમંત્રીની તમામ ગતિવિધિઓ પર હાલ નજર રાખવામાં આવી રહી છે. વધુમાં લખનઉ એનકાઉન્ટરમાં જે બે સંદિગ્ધ આંતકીઓની ધરપકડ કરવામાં આવી છે તેમાં આ પ્રકારની જાણકારી બહાર આવી હોય તેવી માહિતી મળી છે. વળી 21 જૂને આંતરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પીએમ નરેન્દ્ર મોદી લખનઉમાં છે. જેના કારણે આ એલર્ટને ગંભીર રીતે જોવામાં આવી રહ્યો છે.

English summary
Terror plan to kill narendra modi and yogi adityanath. Read here more.
Please Wait while comments are loading...