જમ્મુ કાશ્મીરના પંપોરીમાં સેના પર આતંકી હુમલો, 5 જવાન ઘાયલ

જમ્મુ-કાશ્મીરના પંપોરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ની ટીમ પર આતંકી હુમલો થયો છે. આ હુમલામાં પાંચ સૈનિકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ સોમવારે સીઆરપીએફની રોડ ઓપનિંગ પાર્ટી (આરઓપી) પંપોર બા

જમ્મુ-કાશ્મીરના પંપોરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ની ટીમ પર આતંકી હુમલો થયો છે. આ હુમલામાં પાંચ સૈનિકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ સોમવારે સીઆરપીએફની રોડ ઓપનિંગ પાર્ટી (આરઓપી) પંપોર બાયપાસ પરથી પસાર થઈ રહી હતી ત્યારે આતંકીઓએ હુમલો કરી અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. અચાનક થયેલા હુમલામાં પાંચ સૈનિકો ઘાયલ થયા હતા. ઘાયલ સૈનિકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Jammu kashmir

આતંકીઓએ પંપોરના કંડીજલ બ્રિજ નજીક પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમમાં હુમલો કર્યો હતો. પુલ નજીક છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર અચાનક ગોળીબાર કર્યો હતો. હુમલો થયા બાદ આતંકીઓ ઘટના સ્થળેથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. આ ઘટના બાદ સુરક્ષાદળોએ હાઈવે ઉપર વાહનોની અવરજવર બંધ કરી દીધી છે અને હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે. સુરક્ષા દળોએ આતંકીઓની શોધખોળ માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

છેલ્લા કેટલાક સમયથી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. પાછલા અઠવાડિયામાં પણ આતંકવાદીઓ તરફથી હુમલાની ઘણી ઘટનાઓ બની હતી. આ પહેલા ખીણમાં ઘણા રાજકીય કાર્યકરોની હત્યા પણ થઈ ચુકી છે.

આ પણ વાંચો: હાથરસ કેસઃ પીડિતાના અસ્થિઓનુ વિસર્જન નહિ કરે પરિવાર, ભાઈએ વ્યક્ત કરી આ શંકા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X