સોપોરમાં CRPFની ટીમ પર આતંકવાદી હુમલો, 1 જવાન શહીદ, 2ની હાલત ગંભીર
જમ્મુ કાશ્મીરના સોપોરમાં કેન્દ્રીય રિઝર્વ પોલિસ બળ(સીઆરપીએફ)ના પેટ્રોલિંગ દળ પર આતંકવાદીઓએ હુમલો કરી દીધો છે.
જમ્મુ કાશ્મીરના સોપોરમાં કેન્દ્રીય રિઝર્વ પોલિસ બળ(સીઆરપીએફ)ના પેટ્રોલિંગ દળ પર આતંકવાદીઓએ હુમલો કરી દીધો છે. આ હુમલામાં સીઆરપીએફનો એક જવાન શહીદ થઈ ગયો છે. સાથે જ એક સિવિલયનનુ પણ મોત થઈ ગયુ છે. માહિતી મુજબ હુમલો થયા બાદ બધાને ઈલાજ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બે જવાનોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે જ્યારે એક અન્ય જવાનને સામાન્ય ઈજા થઈ છે.

ઘટના બાદથી જ વિસ્તારની ઘેરાબંધી કરી દેવામાં આવી છે. આ પહેલા જમ્મુ કાશ્મીર પોલિસ ડીજીપી દિલબાગ સિંહે કહ્યુ હતુ, સોપોરના મૉડલ ટાઉનમાં આતંકવાદીઓએ એક નાકા પર પાર્ટી પર હુમલો કર્યો. કેન્દ્રીય રિઝર્વ પોલિસ દળના અમુક જવાનો અને એક સિવિલયનના ઘાયલ થવાની સૂચના છે. વિસ્તારની ઘેરાબંધી અને સર્ચ ઑપરેશન શરૂ થયુ છે.












Click it and Unblock the Notifications
