જમ્મુ કાશ્મીરમાં નથી અટકી રહ્યું ટાર્ગેટ કિલિંગ, પુલવામામાં નોન કાશ્મીરી મજુર પર આતંકી હુમલો
જમ્મુ-કાશ્મીરમાં નોન કાશ્મીરી પર હુમલા અટકી રહ્યા નથી. શુક્રવારે, આતંકવાદીઓએ પુલવામા જિલ્લામાં એક બિન-સ્થાનિકને ગોળી મારીને ઘાયલ કરી હતી. આતંકવાદીઓ દ્વારા ગોળી મારીને ઘાયલ થયેલા વ્યક્તિનું નામ મુનિરુલ ઈસ્લામ છે અને તે પશ
જમ્મુ-કાશ્મીરમાં નોન કાશ્મીરી પર હુમલા અટકી રહ્યા નથી. શુક્રવારે, આતંકવાદીઓએ પુલવામા જિલ્લામાં એક બિન-સ્થાનિકને ગોળી મારીને ઘાયલ કરી હતી. આતંકવાદીઓ દ્વારા ગોળી મારીને ઘાયલ થયેલા વ્યક્તિનું નામ મુનિરુલ ઈસ્લામ છે અને તે પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. આ ઘટના ઉગરગુંડ ગામમાં બની હતી.

પોલીસે જણાવ્યું કે શુક્રવારે આતંકવાદીઓએ પુલવામાના ઉગરગુંડ નેવામાં પશ્ચિમ બંગાળના રહેવાસી એક બહારના મજૂર મુનિરુલ ઈસ્લામ પુત્ર અબ્દુલ કરીમ પર ગોળીબાર કર્યો હતો. આના કારણે મુનિરુલ ઘાયલ થયો હતો, ત્યારબાદ તેને પુલવામા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.
એક દિવસ પહેલા, જમ્મુ અને કાશ્મીર પોલીસે સેનાની 52 રાષ્ટ્રીય રાઇફલ્સ સાથે ગુરુવારે બારામુલ્લાના દુડબાગ-ટીવાય શાહ જંગલ વિસ્તારમાં આતંકવાદી છુપાયેલા ઠેકાણાનો પર્દાફાશ કર્યો હતો. સંયુક્ત દળોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન સુરક્ષા દળોએ દારૂગોળાના બે બોક્સ જપ્ત કર્યા હતા. જેમાં એક ઝાડ નીચેથી AK 47ની 1460 ગોળીઓ અને ફાટેલી બેગ મળી આવી હતી.
#Terrorists fired upon one outside labourer Muneerul Islam S/O Abdul Karim R/O West Bengal at Ugergund Newa in #Pulwama. He has been shifted to district hospital Pulwama where his condition is stated to be stable. Area #cordoned off. Further details shall follow.@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) September 2, 2022
તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ટાર્ગેટ કિલિંગમાં વધારો થયો છે. આતંકવાદીઓ દ્વારા બહારના લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. 13 મેના રોજ આતંકવાદીઓએ ગદૂરા ગામમાં નિઃશસ્ત્ર પોલીસકર્મી રિહાઝ અહેમદની હત્યા કરી હતી. તે જ સમયે, 2 જૂને, બડગામમાં, આતંકવાદીઓએ મોડી સાંજે બે બિન-કાશ્મીરી મજૂરોને બંધક બનાવ્યા હતા. જેમાં એક મજૂરનું મોત થયું હતું, જ્યારે એક ઘાયલ કરીને ભાગી ગયા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા ચાર મહિનામાં ઘાટીમાં આતંકવાદીઓ દ્વારા 11 ટાર્ગેટ કિલિંગ થયા છે. જો કે, આ લક્ષ્યાંકિત હત્યાઓને રોકવા માટે, સુરક્ષા દળો દ્વારા સતત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ, ગુરુવારે જ સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં ટાર્ગેટ કિલિંગ માટે જઈ રહેલા એક આતંકવાદી સહાયકની ધરપકડ કરી હતી. આ સિવાય ટાર્ગેટ કિલિંગમાં સામેલ ઘણા આતંકીઓને પણ સુરક્ષા દળોએ ઠાર માર્યા છે.
-
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ હિટવેવની આગાહી, આ જિલ્લાઓમાં વાતાવરણ બગડશે -
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત









Click it and Unblock the Notifications
