રાજોરી-પૂંછના જંગલોમાં છૂપાયા છે આતંકી, સેનાનુ સર્ચ ઑપરેશન ત્રીજા દિવસે પણ યથાવત, મોબાઈલ-ઈન્ટરનેટ બંધ

Poonch attack News: જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને પૂંછમાં આતંકવાદીઓની શોધમાં સેના અને પોલીસનું સર્ચ ઑપરેશન આજે ત્રીજા દિવસે (23 ડિસેમ્બર) પણ ચાલુ છે. 21 ડિસેમ્બરે પૂંછમાં ટાર્ગેટ એટેકમાં ભારતીય સેનાના ચાર જવાનો શહીદ થયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા.

સુરક્ષા દળોએ તે જ દિવસથી આતંકવાદીઓની શોધમાં તેમનું વિશાળ ઑપરેશન ચાલુ રાખ્યું છે. હાલમાં આતંકવાદીઓ સાથે કોઈ સંપર્ક સ્થાપિત થયો નથી. સેનાનું કહેવું છે કે આતંકીઓ અહીંથી ભાગી શક્યા નથી, આ આતંકીઓ રાજૌરી-પૂંચના જંગલોમાં છુપાયેલા છે.

poonch

રાજૌરી અને પુંછ જિલ્લામાં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ડ્રોન અને અન્ય માધ્યમો દ્વારા વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે. સેનાએ ગ્રાઉન્ડ સર્ચ ઑપરેશન પણ તેજ કરી દીધું છે. ખાસ કરીને પુંછ જિલ્લાના રાજૌરી સેક્ટરમાં ડેરા ગલીના જંગલ વિસ્તારમાં સેનાનું પેટ્રોલિંગ ચાલુ છે. ડ્રોન, હેલિકોપ્ટર અને સ્નિફર ડોગની મદદથી સર્ચ ઓપરેશનને વધુ તીવ્ર બનાવી દેવામાં આવ્યું છે.

સુરક્ષા દળોને માહિતી મળી હતી કે આ વિસ્તારમાં 2થી 3 આતંકવાદીઓ છુપાયા છે, ત્યારબાદ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઑપરેશન દરમિયાન આતંકીઓએ સેનાના બે વાહનો પર હુમલો કર્યો હતો, જેમાં સેનાના ચાર જવાન શહીદ થયા હતા. વળી, આ ઑપરેશનમાં સેનાના ત્રણ જવાન ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X