For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા, વિધાનસભાની ચૂંટણી પર છે આતંકીઓનો ખતરો: PM

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 નવેમ્બર: વડાપ્રધાન મનમોહન સિંહે આજે ચેતવણી આપી છે કે આતંકવાદી સંગઠન આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણીને નિશાનો બનાવવાની કોશિશ કરી શકે છે, અને સુરક્ષાદળોને વધું સાવધાન રહેવા જણાવ્યું છે. વડાપ્રધાને અત્રે દેશના શ્રેષ્ઠ પોલીસ અધિકારીઓના એક સમ્મેલનમાં સંબોધીત કરતા કેટલાંક રાજ્યોમાં કોમી ઘટનાઓની સંખ્યામાં વધારો થતા ચિંતા વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે કોઇ પૂર્વાગ્રહ, ભય અથવા પક્ષપાત સામે દ્રઢતાથી લડત આપવી જોઇએ.

તેમણે જણાવ્યું કે 'આગામી લોકસભા અને વિધાનસબા ચૂંટણીને આંતકવાદી નિશાનો બનાવે તેવી સંભાવના છે. સુરક્ષાદળોને સાવધાન રહેવાની જરૂરીયાત છે.' સિંહે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર અને આસપાસના જિલ્લામાં હાલમાં થયેલી કોમી હિંસાના ઉલ્લેખ કરતા જણાવ્યું કે કાનૂન વ્યવસ્થા બનાવી રાખનાર એજન્સીએ એ વાતનો ખ્યાલ રાખવો કે કોમી હિંસા ભડકાવનાર તુચ્છ સ્થાનિય મુદ્દાઓનો ઉપયોગ ના થાય.

વડાપ્રધાને ડીજીપી અને આઇજીપીના સમ્મેલનમાં જણાવ્યું કે 'વર્તમાન વર્ષ દરમિયાન કેટલાંક રાજ્યોમાં કોમી ઘટનાઓમાં ખૂબ જ વધારો નોંધવામાં આવ્યો છે. આપણે આવી સ્થિતિઓને દ્રડતાથી સામનો કરવો પડશે.' તેમણે જણાવ્યું કે રાજ્યના ડિજીપી પર આ જવાબદારી છે કે આવી ઘટનાઓને રોકવા માટે પૂરતી વ્યવસ્થા ઉભી કરે.

manmohan singh
તેમણે સમાજમાં તણાવ વધારવા માટે સોશિયલ મીડિયાના દુરપયોગ પર ચિંતા વ્યક્ત કરી અને જણાવ્યું કે દેશે હાલમાં મુઝફ્ફરનગરમાં ગડબડ અને ગયા વર્ષે થયેલ સોશિયલ મીડિયા અને એસએમએસનો દુરુપયોગ જોયો. તેમણે જણાવ્યું કે 'આવા રચનાત્મ સમાધાન શોધવાની જરૂરીયાત છે જે અભિવ્યક્તિની સ્વતંત્રતા તથા સોશિયલ મીડિયા દ્વારા ઉપલબ્ધ કરવવામાં આવનાર આદાનપ્રદાનની સરળતા પર અંકૂશ ના લાગવો.'

વડાપ્રધાને જણાવ્યું કે આતંવાદી ગ્રુપ ખાસરીતે લશ્કર એ તૈયબાના ફરીથી સક્રીય થવા અને ઘુસણખોરીની ઘટનાઓમાં વધારો થવાના પગલે ચોક્સાઇ રાખવી જરૂરી બની ગઇ છે.

English summary
Prime Minister Manmohan Singh on Saturday warned that terrorist groups may try to disrupt the forthcoming Lok Sabha and assembly polls and asked security forces to remain alert.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X