જમ્મુ બાદ હવે કાશ્મીરમાં હૂમલો, શ્રીનગરમાં આતંકવાદીએ ફેક્યો હેન્ડ ગ્રેનેડ
આતંકવાદીઓ દ્વારા જમ્મુ કાશ્મીરમાં સતત જવાનો પર હૂમલો કરી રહ્યા છે. કાશ્મીરમાં જવાન પર આતંકવાદી દ્વારા હેન્ડ ગ્રેનેડ ફેકવામાં આવ્યો હતો.
આતંવાદીઓએ રવિવાર શ્રીનગર ઇદગાહ વિસ્તારમાં સુરક્ષા બળો પર હુમલો કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, આતંકવાદીઓએ મોડી રાત્રે હૂમલો કર્યો હતો. જેમા એક વ્યક્તિ ઘાયલ થયા હતા. તેને હોસ્પિટલ પહોચાડવામાં આવ્યા હતા.

શ્રીનંગર પોીલીસે જણાવ્યુ હતુ કે, શ્રીનગર ઇદગાહ ક્ષેત્રમાં આતંવાદીઓએ એક ગ્રેનેડ ફેંક્યો હતો. આ હૂમલામાં શ્રીનગરના સંગમ ક્ષેત્રના નવાસી અજાજ અહમદ ઘાયલ થયા હતા. ઘટનાની જાણકારી આપતા શ્રીનગર પોલીસે કહ્યુ કે, આતંકવાદ હૂમલામાં ઘાયલ વ્યક્તિ ખતરાથી બહાર છે. તને પ્રાથમીક સારવાર બાદ હોસ્પિટલમાથી છુટી આપી દેવામાં આવી છે. આ સિવાય અમુક સંદિગ્ધોને પુછપરછ માટે લાવવામા આવ્યા છે. હૂમલો કરનાર આતંકવાદીઓને પકડવા માટે ઓપરેશન ચાલુ છે.
હૂમલાની અપડેટ આપતા શ્રીનગર પોલીસે જણાવ્યુ હતુ કે, આતંકવાદી સીઆરપીએફના જવાનો પર રાત્રે અંદાજે આઠ વાગ્યને 5 મીનિટે ગ્રેનેડ ફેકવામાં આવ્યો હતો .આ હૂમલો શ્રીનગરના સૈદપુરા ઇદગાહ વિસ્તારમા થયો હતો. શ્રીનગર સિવાય આ પહેલા જમ્મુ શહેરના બાહરના વિસ્તારમાં શનિવારે બે વિસ્ફોટ થયો હતો. જેમા નવ લોકો ઘાયલ થયા હતા.












Click it and Unblock the Notifications
