For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જે દિવસે ધર્મ અને રાજનીતિ અલગ થઈ જશે તે દિવસે હેટ સ્પીચ બંધ થશે-સુપ્રીમ કોર્ટ

By Desk
|
Google Oneindia Gujarati News
Supreme Court

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે હેટ સ્પીચ મુદ્દે એક ગંભીર ટકોર કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ ત્યારે જ સમાપ્ત થશે જ્યારે રાજનીતિ અને ધર્મ બંને અલગ રહેશે. એટલે કે રાજકારણમાં ધર્મનો ઉપયોગ બંધ થઈ જશે. સુપ્રીમ કોર્ટે હેટ સ્પીચને દુષ્ચક્ર ગણાવ્યું અને કહ્યું કે આવા નિવેદનો ઉગ્રવાદી તત્વો આપે છે. લોકોએ પોતાને આવું કરવાથી રોકવા જોઈએ.

સુપ્રીમ કોર્ટે આગળ કહ્યું કે, રાજકારણીઓ જ્યારે રાજકારણને ધર્મ સાથે ભેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે મોટી સમસ્યા ઊભી થઈ રહી છે. જ્યારે રાજકારણ અને ધર્મને અલગ કરવામાં આવશે અને રાજકારણીઓ રાજકારણમાં ધર્મનો ઉપયોગ કરવાનું બંધ કરશે ત્યારે હેટ સ્પીચનો અંત આવશે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જોસેફે યાદ અપાવ્યું કે, ધર્મ સાથે રાજકારણનું મિશ્રણ લોકશાહી માટે ખતરનાક છે.

સુપ્રીમ કોર્ટે એક અરજી પર સૂનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી. આ અરજી હિંદુ સમાજ નામના સંગઠને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. અરજીમાં અરજદાર વતી જણાવાયુ છેે કે, નફરતનો કોઈ ધર્મ હોતો નથી. કેટલાક લોકો દ્વારા નિવેદનો આપવામાં આવી રહ્યા છે જે સમુદાયની વિશાળ બહુમતીના સભ્ય નથી. તે નિયમિતપણે એવી વાતો કરી રહ્યા છે જેનાથી અન્યોની ગરિમાને ઠેસ પહોંચે.

હવે સુપ્રીમ કોર્ટ આ મામલે વધુ સુનાવણી 28 એપ્રિલે કરશે. કોર્ટે અરજી પર મહારાષ્ટ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.
ખંડપીઠે રેલીઓમાં ભાષણો માટે વકીલને ઠપકો આપતા કહ્યું કે, શું તમને દેશનો કાયદો તોડવાનો અધિકાર છે? જો તમે દેશનો કાયદો તોડશો તો તે તમારા માથા પર ઇંટોના ઢગલાની જેમ પડશે. જસ્ટિસ કેએમ જોસેફ અને બીવી નાગરત્નની બેંચે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને અટલ બિહારી વાજપેયીના ભાષણોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, લોકો તેમને સાંભળવા માટે દૂર-દૂરના વિસ્તારોમાંથી અને ખૂણે-ખૂણેથી એકઠા થતા હતા.

English summary
The day religion and politics are separated, hate speech will stop - the Supreme Court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X