For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં બની સર્વાઈકલ કેન્સરની પહેલી વેક્સીન, જાણો શું છે ખાસિયત?

ભારતમાં સર્વાઈકલ કેન્સરના કારણે અંદાજીત 75 હજાર મોત થાય છે. હવે ભારતમાં નિર્મિત પહેલી વેક્સીન લોંચ થઈ ગઈ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : મહિલાઓમાં જોવા મળતા સર્વાઈકલ કેન્સરના કેસ ભારતમાં સતત વધી રહ્યા છે. આ મુદ્દે સરકાર પણ મોટે પાયે વેક્સીનેશન અભિયાન ચલાવવાની તૈયારી કરી રહી છે ત્યારે હવે ભારતમાં તેની પહેલી વેક્સીન બનાવાઈ છે. ભારતમાં બનેલી આ પહેલી મેડ ઈન ઈન્ડિયા વેક્સીન સર્વવૈકને આજે ગૃહમંત્રી અમિત શાહે લોંચ કરી છે.

adar

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના વડા અદાર પૂનાવાલાએ એક ટ્વિક કરીને માહિતી આપી અને જણાવ્યું કે, ભારતના રાષ્ટ્રીય બાળ દિવસ અને સર્વાઇકલ કેન્સર જાગૃતિ મહિનાના અવસરે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે પ્રથમ મેડ-ઇન-ઇન્ડિયા HPV રસી લોન્ચ કરી છે.

અહીં તમને જણાવી દઈએ કે, ભારતમાં મહિલાઓમાં વધતા સર્વાઈકલ કેન્સરના કેસને લઈને કેન્દ્ર સરકાર 9 થી 14 વર્ષની છોકરીઓ માટે શાળા કક્ષાએ રસીકરણ કાર્યક્રમ શરૂ કરવા જઈ રહી છે. આ છોકરીઓને શાળામાં જ સર્વાઈકલ કેન્સર નિવારણ માટે સર્વાઈકલ રસી આપવામાં આવશે. આ ઉપરાંત સિવાય આ વેક્સીન આરોગ્ય કેન્દ્રમાં પણ ઉપલબ્ધ કરાશે. એક રિપોર્ટ અનુસાર, 2023ના મધ્ય ભાગ સુધીમાં દેશમાં સર્વવૈક રસી લાગવાની શરૂઆત થઈએ જશે. રસીની કિંમત 200 રૂપિયા નક્કી કરાઈ છે.

એક રિપોર્ટ અનુસાર, દેશમાં દર વર્ષે અંદાજીત 1.25 લાખ મહિલાઓ સર્વાઇકલ કેન્સરની સારવાર લે છે. આ ખતરનાક રોગથી દેશમાં વર્ષે 75 હજારથી વધુ લોકોના મોત થાય છે.

English summary
The first cervical cancer vaccine made in India, know what is special?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X