For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાથી એક દીવસમાં સૌથી વધુ 6148 લોકોના મોત, બિહારમાં વધ્યો મોતનો આંકડો

દેશમાં કોરોના વાયરસથી મૃત્યુના મામલે અત્યાર સુધીના બધા રેકોર્ડ તૂટી ગયા છે. કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસને કારણે 6148 લોકોનાં મોત નીપજ્યાં છે. જોકે, મોત

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના વાયરસથી મૃત્યુના મામલે અત્યાર સુધીના બધા રેકોર્ડ તૂટી ગયા છે. કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસને કારણે 6148 લોકોનાં મોત નીપજ્યાં છે. જોકે, મોતની સંખ્યામાં વધારો થવાનું કારણ બિહારની સુધારેલી સૂચિ છે, જેમાં બુધવારે એક દિવસની અંદર મૃત્યુઆંક 5,424 થી વધારીને 9,375 કરવામાં આવ્યો છે. આ સિવાય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં સતત ત્રીજા દિવસે કોરોના વાયરસના દૈનિક કેસોની સંખ્યા 1 લાખ કરતા ઓછા નોંધાયા છે અને 94052 નવા દર્દીઓ મળી આવ્યા છે.

Corona

તમને જણાવી દઈએ કે બિહાર આરોગ્ય વિભાગે બુધવારે કોરોના વાયરસથી થતાં મૃત્યુની સુધારેલી સૂચિ બહાર પાડી છે. આ સૂચિમાં અચાનક એક જ દિવસમાં, કોરોનાથી થતાં મૃત્યુમાં 73 ટકાનો વધારો થયો છે. અગાઉ, જ્યાં સૂચિમાં કોરોના વાયરસને કારણે 5,424 લોકોનાં મોત થયાં હતાં, બુધવારે આ સંખ્યા વધારીને 9,375 કરવામાં આવી હતી. આ મામલે એક નિવેદન જારી કરતાં બિહાર સરકારે કહ્યું કે પટણા હાઈકોર્ટના આદેશ અનુસાર કોરોનાને કારણે થયેલા મૃત્યુની સંખ્યાનુ ઓડિટ કરવામાં આવ્યુ હતુ, જેમાં એક જિલ્લાની અંદર વિવિધ એજન્સીઓના આંકડામાં તફાવત જોવા મળ્યા હતા. આને કારણે, મૃત્યુની સંખ્યાની સૂચિમાં સુધારો કરવામાં આવ્યો છે.
સક્રિય કેસ ઘટીને 11,67,952 થયા
દેશભરમાં છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસના 1,51,367 દર્દીઓ સાજા થયા છે અને રિકવર દર્દીઓની સંખ્યા વધીને 2,76,55,493 થઈ ગઈ છે. રિકવરી દરમાં સતત સુધારાને કારણે હાલમાં, દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસ 11,67,952 પર આવી ગયા છે. તે જ સમયે, કોરોનાને કારણે દેશમાં 3,59,676 લોકોએ જીવ ગુમાવ્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન અંતર્ગત કોરોના વાયરસ રસીના કુલ 23,90,58,360 ડોઝ આપવામાં આવ્યા છે.

English summary
The highest number of 6148 deaths in a single day from Corona
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X