For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NEETની પરીક્ષા 12 સપ્ટેમ્બરના રોજ લેવાશે, SC એ મુલતવી રાખવાનો ઇન્કાર કર્યો

સુપ્રીમ કોર્ટે CBSE સુધારણા અને કમ્પાર્ટમેન્ટ પરીક્ષાના સમયપત્રક અને 12 સપ્ટેમ્બરે યોજાનારી NEET UG પરીક્ષાની સૂચનાને પડકારતી બે અરજીઓ સુપ્રીમ કોર્ટે 'NEET પરીક્ષા મુલતવી રાખવામાં આવશે નહીં' જણાવ્યું હતું.

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટે સોમવારના રોજ CBSE સુધારણા અને કમ્પાર્ટમેન્ટ પરીક્ષાના સમયપત્રક અને 12 સપ્ટેમ્બરના રોજ યોજાનારી NEET UG પરીક્ષાની સૂચનાને પડકારતી બે અરજીઓ પર સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે 'NEET પરીક્ષા મુલતવી રાખવામાં આવશે નહીં' એમ કહીને અરજી પર વિચાર કરવાનો ઇન્કાર કર્યો હતો. NEET પ્રવેશ પરીક્ષા અન્ય પરીક્ષાઓ સાથે ટકરાતી હોવાની દલીલ કરનારા વિદ્યાર્થીઓની બેચની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.

NEET exam

કોર્ટે જણાવ્યું કે, 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ NEETની પરીક્ષામાં ભાગ લેવા જઈ રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓની અરજી પર તેને ટાળી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે, અગાઉ NEETની પરીક્ષા એપ્રિલ મહિનામાં લેવાની હતી, પરંતુ કોરોના વાયરસની સ્થિતિને જોતા તેને મુલતવી રાખવામાં આવી હતી.

12 જુલાઈના રોજ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, NEETની પરીક્ષા 12 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું હતું કે, કોવિડ 19 સુપ્રીમ કોર્ટે NEET UG 2021 પરીક્ષાને ફરીથી સુનિશ્ચિત કરવા અથવા મુલતવી રાખવા સંબંધિત અધિકારીઓને આદેશની માંગ કરતી અરજી પર વિચાર કરવાનો ઇન્કાર કર્યો છે.

આ પરીક્ષા 13 ભાષાઓમાં લેવામાં આવશે

NEET UG પરીક્ષા પ્રથમ વખત 13 ભાષાઓમાં લેવામાં આવશે. પરીક્ષાના માધ્યમ તરીકે પંજાબી અને મલયાલમ ઉમેરવામાં આવ્યા છે. આ સાથે પશ્ચિમ એશિયામાં ભારતીય વિદ્યાર્થીઓની સુવિધા માટે કુવૈતમાં નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) માટે નવું પરીક્ષા કેન્દ્ર ખોલવામાં આવ્યું છે. NEETની પરીક્ષા હવે હિન્દી, પંજાબી, આસામી, બંગાળી, ઓડિયા, ગુજરાતી, મરાઠી, તેલુગુ, મલયાલમ, કન્નડ, તમિલ, ઉર્દૂ અને અંગ્રેજીમાં લેવામાં આવશે.

કોરોનાને ધ્યાનમાં રાખીને કેન્દ્રમાં કર્યો વધારો

કોરોના મહામાહરીને ધ્યાનમાં રાખીને સામાજિક અંતરના ધોરણોને અનુસરવા NEET પરીક્ષા લેતા શહેરોની સંખ્યા 155થી 198 કરી દેવામાં આવી છે. આ સાથે વર્ષ 2020માં આ પરીક્ષા 3862 કેન્દ્રોમાં યોજાઈ હતી. કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રધાનના જણાવ્યા અનુસાર કોવિડ 19 પ્રોટોકોલને અનુસરીને, વિવિધ કેન્દ્રોના તમામ ઉમેદવારોને માસ્ક આપવામાં આવશે. એન્ટિ અને એક્ઝિટ ટાઇમિંગ, સેનિટાઇઝેશન, કોન્ટેક્ટલેસ રજિસ્ટ્રેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે બેઠક વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવશે.

English summary
The apex court on Monday heard two petitions challenging the schedule of CBSE reform and compartment examination and the notification of NEET UG examination to be held on September 12.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X