For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાલીએ ઓફલાઇન ક્લાસ માટે મોકલી, તો વિદ્યાર્થિનીએ ખાઇ લીધો ગળેફાંસો

રાજીવ ગાંધી યુનિવર્સિટી ઓફ નોલેજ ટેક્નોલોજી (IIT-શ્રીકાકુલમ) માં અભ્યાસ કરતી આંધ્રપ્રદેશના વિઝિયાનગરમની એક વિદ્યાર્થીનીએ તેના હોસ્ટેલના રૂમમાં ફાંસી લગાવી લીધી હતી.

|
Google Oneindia Gujarati News

વિઝિયાનગરમ : રાજીવ ગાંધી યુનિવર્સિટી ઓફ નોલેજ ટેક્નોલોજી (IIT-શ્રીકાકુલમ) માં અભ્યાસ કરતી આંધ્રપ્રદેશના વિઝિયાનગરમની એક વિદ્યાર્થીનીએ તેના હોસ્ટેલના રૂમમાં ફાંસી લગાવી લીધી હતી. કોલેજ સત્તાવાળાઓને ઘટનાની જાણ, ત્યારે થઈ જ્યારે કેટલીક છોકરીઓએ જોયું કે છોકરીનો રૂમ અંદરથી બંધ હતો.

suicide

દરવાજો તોડતાં અધિકારીઓને બાળકી પંખાથી લટકતી જોવા મળી હતી. ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, તેના માતા-પિતાએ તેણીની ઈચ્છા વિરુદ્ધ ઓફલાઈન ક્લાસમાં હાજરી આપવા દબાણ કર્યું હતું. મૃતકની ઓળખ મનીષા અંજુ તરીકે થઈ છે.

તે વિઝિયાનગરમના નેલ્લીમારલાની રહેવાસી હતી. તે IIT-શ્રીકાકુલમની પ્રથમ વર્ષની વિદ્યાર્થીની હતી. શૈક્ષણિક સત્રની શરૂઆતથી જ તે ઓનલાઈન ક્લાસમાં હાજરી આપી રહી હતી. જે દરમિયાન કોવિડ 19 કેસમાં ઘટાડો થવા લાગ્યો, કોલેજ સત્તાવાળાઓએ વિદ્યાર્થીઓને જાણ કરી કે, તેઓ ઓનલાઇન વર્ગો ચાલુ રાખી શકે છે અથવા ઓફલાઇન વર્ગોમાં હાજરી આપવાનું શરૂ કરી શકે છે.

ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, છોકરીની ઓનલાઈન ક્લાસ ચાલુ રાખવાની ઈચ્છા હોવા છતાં, તેના માતા-પિતાએ આગ્રહ કર્યો કે, તે ઓફલાઈન ક્લાસમાં જોડાય અને તેને આઈઆઈઆઈટી-શ્રીકાકુલમ જઇ આવે. માતા-પિતાથી નારાજ યુવતીએ પોતાનો મોબાઈલ ફોન બસમાં ફેંકી દીધો હતો. તેના માતાપિતાએ બીજા દિવસે તેને નવો ફોન ખરીદી આપ્યો હતો.

બુધવારના રોજ કેટલીક વિદ્યાર્થીનીઓએ જોયું કે, તેનો રૂમ અંદરથી બંધ હતો અને તેણે કોલેજ પ્રશાસનને જાણ કરી. રૂમમાં પ્રવેશીને તેણે છોકરીને પંખાથી લટકતી જોઈ. એહરલાના સબ-ઇન્સ્પેક્ટર કે રામુએ જણાવ્યું કે, ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC)ની કલમ 174 (શંકાસ્પદ મૃત્યુ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

English summary
The parents sent forcefully for the offline class, the student committed suicide.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X