For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કમિશ્નર સામે રોતા રોતા દાતી મહારાજઃ ‘હું નપુંસક છું, રેપ કરી જ ના શકુ’

આશ્રમમાં શિષ્યા સાથે દુષ્કર્મના આરોપમાં ફસાયેલા જાણીતા જ્યાતિષાચાર્ય અને ધર્મગુરુ દાતી મહારાજની શુક્રવારે દિલ્હી પોલિસની ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ કરી.

|
Google Oneindia Gujarati News

આશ્રમમાં શિષ્યા સાથે દુષ્કર્મના આરોપમાં ફસાયેલા જાણીતા જ્યાતિષાચાર્ય અને ધર્મગુરુ દાતી મહારાજની શુક્રવારે દિલ્હી પોલિસની ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ કરી. ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ કમિશ્નર આલોક કુમારે પોતે દાતી મહારાજની પૂછપરછ કરી. આ દરમિયાન દાતી મહારાજ પોતાને નિર્દોષ ગણાવતા જોઈન્ટ કમિશ્નર સામે રડવા લાગ્યો. જે જાણકારી મળી છે તે મુજબ ક્રાઈમ બ્રાન્ચને આ મામલે કેટલાક મહત્વના પુરાવા મળ્યા છે અને હવે દાતી મહારાજનો પોટેન્સી ટેસ્ટ (નપુંસક છે કે નહિ) થઈ શકે છે. જાણકારી મુજબ દાતી મહારાજ શુક્રવારે સવારે લગભગ 10 વાગે ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ પહોંચ્યો હતો. પોલિસના જણાવ્યા મુજબ આ મામલે દાતી મહારાજ સાથે જોડાયેલા ત્રણ મહત્વના વ્યક્તિઓ સચિન જૈન, અભિષેક અગ્રવાલ અને નવીન ગુપ્તાની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે. પોલિસનું કહેવુ છે કે અત્યાર સુધીની તપાસમાં એવા પુરાવા નથી મળ્યા જેના કારણે દાતી મહારાજની ધરપકડ કરવી પડે. આગળ વિસ્તારથી જાણો બધુ...

દાતી મહારાજે કહ્યુ હતુ - ‘હું રેપ નથી કરી શકતો, હું નપુંસક છું'

દાતી મહારાજે કહ્યુ હતુ - ‘હું રેપ નથી કરી શકતો, હું નપુંસક છું'

દાતી મહારાજની 20 જૂન મંગળવારે લગભગ 4 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના દાતી મહારાજને 200 સવાલ પૂછવામાં આવ્યા હતા. આ સવાલોમાંથી એક સવાલોના જવાબ આપતા દાતી મહારાજે કહ્યુ હતુ કે તે રેપ નથી કરી શકતા કારણકે તે નપુંસક છે. 20 જૂને પૂછપરછ દરમિયાન દાતી મહારાજે ક્રાઈમ બ્રાન્ચને ઘણા સવાલોના જવાબો આપ્યા અને કેટલાક સવાલોના જવાબ ના આપ્યા. ઘણા સવાલોના જવાબ પર ક્રાઈમ બ્રાન્ચ દાતી મહારાજથી સંતુષ્ટ નથી. જેના કારણે દાતી મહારાજને શુક્રવારે ફરીથી બોલાવવામાં આવ્યા હતા.

યોગ દ્વારા યૌન ચેતનાને ખતમ કરી દીધી, સંબંધ બનાવવા યોગ્ય નહિ

યોગ દ્વારા યૌન ચેતનાને ખતમ કરી દીધી, સંબંધ બનાવવા યોગ્ય નહિ

સૂત્રોના જણાવ્યા મુજબ દાતી મહારાજે શિષ્યા સાથે દુષ્કર્મ કરવા અંગે સવાલ પૂછ્યા તો તે ગભરાઈ ગયો અને આ આરોપ નકારી દીધો. તેણે કહ્યુ કે તે યોગ દ્વારા યૌન ચેતનાને ખતમ કરી દીધી છે. જેના કારણે તે યૌન સંબંધ નથી બનાવી શકતો. તેના લગ્ન પણ બાળપણમાં કરી દેવામાં આવ્યા હતા. વળી, કેટલાક સવાલોના જવાબ તેણે હસતા હસતા પણ આપ્યા. તેણે કહ્યુ કે યુવતી કોઈની વાતોમાં આવીને તેના પર ખોટા આરોપ લગાવી રહી છે. રૂપિયાની લેવડદેવડને કારણે ચાલી રહેલા વિવાદમાં તેની શિષ્યાને હથિયાર બનાવવામાં આવી રહી છે.

રેપવાળી રાતે દાતી મહારાજ પૂજા પાઠ હવન યજ્ઞમાં વ્યસ્ત હતા

રેપવાળી રાતે દાતી મહારાજ પૂજા પાઠ હવન યજ્ઞમાં વ્યસ્ત હતા

ક્રાઈમ બ્રાન્ચ સૂત્રોના હવાલાથી મળતા સમાચાર મુજબ દાતી મહારાજ રેપ કેસ મામલે એક મહત્વનો ખુલાસો થયો છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યુ છે કે પીડિતાએ દિલ્હીના શનિધામ આશ્રમમાં રેપ કેસનો જે તારીખ 9 જાન્યુઆરી 2016 નો ઉલ્લેખ કર્યો છે, તે દિવસે આખી રાત દાતી મહારાજ પૂજા પાઠ હવન યજ્ઞમાં વ્યસ્ત હતા. ક્રાઈમ બ્રાન્ચને તેના કેટલાક પુરાવા પણ મળ્યા છે. કેટલાક ઈલેક્ટ્રોનિક પુરાવા પણ આમાં શામેલ છે જેની ફોરેન્સિક તપાસ કરાવીને તેની સત્યતા ચકાસવામાં આવશે.

શિષ્યાએ દાતી મહારાજ પર લગાવ્યો છે ગંભીર આરોપ

શિષ્યાએ દાતી મહારાજ પર લગાવ્યો છે ગંભીર આરોપ

દાતી મહારાજ પર 25 વર્ષની શિષ્યાએ રેપનો આરોપ લાગ્યો છે. દાતીની સામે ગયા સપ્તાહે દિલ્હીના ફતેહપુર બેરી પોલિસ સ્ટેશનમાં આઈપીસીની ધારા 376, 377, 354 અને 34 હેઠળ કેસ ફાઈલ થયો હતો. પીડિતાએ કહ્યુ કે દાતી મહારાજે રેપ કર્યા બાદ તેને જાનથી મારવાની ધમકી આપતા મોઢુ બંધ રાખવાનું કહ્યુ હતુ. પીડિતાએ દાવો કર્યો કે દાતી મહારાજે રેપ કર્યો હોય તેવી તે એકલી નથી બીજી પણ ઘણી છોકરીઓ છે જે દાતી મહારાજ દ્વારા રેપ અને યૌન શોષણની શિકાર થઈ છે.

English summary
The police may move for a potency test on the self-proclaimed spiritual leader, Daati Maharaj, who was questioned on Friday in an alleged rape
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X