કાશ્મિરમાં રાષ્ટ્રપતિ શાસન 6 મહિના વધારવાના પ્રસ્તાવને રાજ્યસભામાં મંજૂરી મળી

કાશ્મિરમાં રાષ્ટ્રપતિ શાસન 6 મહિના વધારવાના પ્રસ્તાવને રાજ્યસભામાં મંજૂરી મળી

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનની અવધિને 6 મહિના સુધી વધારવાના પ્રસ્તાવને રાજ્ય સભામાં મંજૂરી મળી ગઈ છે. જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સંશોધન), બિલ 2019 રાજ્ય સભામાં પણ પાસ થઈ ગયું છે. જણાવી દઈએ કે દેશના ગૃહ મંત્રી બનતાની સાથે જ અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનનો સમય વધારવાનો પ્રસ્તાવ રજૂ કરવાનું કામ કર્યું હતું. જો કે તેમને રાજ્યસભામાં સફળતા મળી ગઈ છે. હવે જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન 6 મહિના વધુ ચાલશે.

loksabha

જમ્મૂ અને કાશ્મીર આરક્ષણ સંશોધન બિલને પાસ કરાવી દેવામાં આવ્યા બાદ સભાપતિએ સદનની કાર્યવાહીને મંગળવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે. ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામા જમ્મુ અને કાશ્મીર પર ચર્ચાનો જવાબ આપ્યો. જમ્મુ અને કાશ્મીર રિઝર્વેશન સંશોધન બિલ 2019 રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું જેને લઈ ચર્ચાનો જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, 'હું નરેન્દ્ર મોદી સરકાર તરફથી સદનના તમામ સભ્યો સુધી આ વાત પહોંચાડવા માંગું છું કે કાશ્મીર ભારતનો વિભિન્ન ભાગ છે અને તેને કોઈ દેશ અલગ ન કરી શકે. હું ફરી પુનરાવર્તિત કરું છું કે નરેન્દ્ર મોદી સરકારની આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરેન્સની નીતિ છે. તેમણે કહ્યું કે જમ્હૂરિયત માત્ર પરિવારવાળાઓ માટે જ સીમિત ન રહેવું જોઈએ. જમ્મુ અને કાશ્મીરમાં 70 વર્ષથી 40 હજાર જેટલા લોકો ઘરમાં બેઠા હતા જે પંચ-સરપંચ ચૂંટવાનો રસ્તો જોઈ રહ્યા હતા. કેમ કે અત્યાર સુધી જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી નહોતી કરાવવામાં આવી, અને પછી જમ્હૂરિયતની વાત કરો છો. મોદી સરકારે જમ્હૂરિયતને ગામડે-ગામડે પહોંચાડવાનું કામ કર્યું છે.'

આ પણ વાંચો- રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ જાણો શું બોલ્યા અશોક ગેહલોત

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X